Balasore Tain Accident: ટ્રેન દુર્ઘટના પર જો બાઇડને દુખ વ્યક્ત કર્યુ
Balasore Tain Accident: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને શનિવારે ભીષણ રેલ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યુ હતુ. જો બાઇડેને દુર્ઘટના પર દુખ વ્યક્ત કરતા કહ્યુ કે, આ ઘટાનાથી વ્યથિત છુ. ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં 288 કરતા વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે.

જણાવી દઇએ કે, બાલાસોરમાં ત્રણ ટ્રેન એક બીજા સાથે ટકરાઇ હતી. જેમા અંદાજે 288 લોકોના મોત થઇ ગયા હતા. જ્યારે 1000 લોકોના ઘાયલ થયા છે. આ ઘટના પર જો બાઇડેન તરફથી નિવેદન બહાર પાડીને કહેવામાં આવ્યુ છે કે, ફર્સ્ટ લેડી જિલ બાઇડેન અને હૂ ભારતમાં ટ્રેન દુર્ઘટનાથી વ્યથિત છીએ. જે લોકોએ આ ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે. તેમાના પ્રતિ સંવેદના વ્યક્ત કરીએ છીએ
જો બાઇડેનને અમેરિકા અને ભારત વચ્ચે ઘણા મજબત સંબંધ છે. બંને દેશનો પરિવાર એક બીજાની સંસ્કૃતિ શેર કરે છે. જો બંને દેશોને એકજુટ કરે છે. સમગ્ર અમેરિકાના લોકો ભારત સાથે છે. અમે ભારતના લોકો સાથે સંવેદના વ્યક્ત કરીએ છીએ.
જણાવી દઇએ કે, બાલાસોર દુર્ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુદે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ રાહત બચાવ કામમાં લાગેલા લોકોના વખાણ કર્યા હતા.
તેમણે ટ્વીટ કરીને રેલવે, એનડીઆરએફ, ઓડીઆરએફ, સહિત સ્થાનીય પોલીસ અધિકારીઓ પોલીસ, ફાયરના જવાનોના વખાણ કર્યા હતા. તેમણે કહ્યુ કે, તમારા આ સમર્પણ પર ગર્વ છે.












Click it and Unblock the Notifications
