જો બાઈડનનો કોરોના ટેસ્ટ આવ્યો નેગેટીવ, જી20માં સામેલ થવા માટે આવશે ભારત
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે, તેથી આ અઠવાડિયે યોજાનારી G20 સમિટને લઈને તેમના કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. વ્હાઇટ હાઉસ તરફથી એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપવામાં આવી છે.
વ્હાઇટ હાઉસે કહ્યું છે કે તેઓ ગુરુવારે પ્રવાસ કરી શકે છે. વ્હાઇટ હાઉસ સેક્રેટરી કેરિન જીન પિયરે કહ્યું કે રાષ્ટ્રપતિનો કોરોના ટેસ્ટ આજે સવારે નેગેટિવ આવ્યો હતો, તે પહેલા સોમવારે રાત્રે પણ તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.

તેમને કોરોનાના લક્ષણો નથી દેખાઈ રહ્યા, જે સારું છે. ફર્સ્ટ લેડી જીલ બાઈડન પણ ઠીક છે. રાષ્ટ્રપતિ G20 સમિટમાં ભાગ લેવા માટે ભારત જશે. રાષ્ટ્રપતિ G20 સમિટમાં ભાગ લેવા ભારત આવશે, જ્યાં તેઓ PM મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. ભારત બાદ તે વિયેતનામ પણ જશે.
પિયરે કહ્યું કે ભારત અને વિયેતનામની યોજનાઓમાં કોઈ ફેરફાર નથી. અગાઉ, જેક સુલિવાને પણ મંગળવારે પુષ્ટિ કરી હતી કે જૉ બિડેન G20 સમિટમાં ભાગ લેવા ભારત જશે.












Click it and Unblock the Notifications
