For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જૉનસન એન્ડ જૉનસને કોરોનાની વેક્સીનનું ટ્રાયલ રોક્યું

જૉનસન એન્ડ જૉનસને કોરોનાની વેક્સીનનું ટ્રાયલ રોક્યું

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ કોરોના વાયરસની વેક્સીન બનાવી રહેલી કંપની જૉનસન એન્ડ જૉનસને વેક્સીનનું ટ્રાયલ અસ્થાયી રૂપે અટકાવી દીધું છે. કંપની તરફથી કહેવામાં આવ્યું કે, કોરોના વેક્સીનના ટ્રાયલ દરમ્યાન એક વ્યક્તિની તબિયત વધુ બગડી ગઈ હોવાથી વેક્સીનનું ટ્રાયલ રોકવામાં આવી રહ્યું છે. જૉનસન એન્ડ જૉનસને પોતાના નિવેદનમાં કહ્યું કે અમે હાલ અમારી વેક્સીનના ક્લીનિકલ પરીક્ષણના બધા જ ટ્રાયલ રોકી દીધા છે, ફેઝ-3માં ઈંસેંબલ ટ્રાયલને પણ રોકી દેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે જૉનસન એન્ડ જૉનસનના ક્લિનિકલ ટ્રાયલ માટે 60 હજાર લોકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

covid 19

જૉનસન એન્ડ જૉનસન તરફથી કહેવામાં આવ્યું કે ગંભીર પ્રતિકૂળ ઘટનાઓ એટલે કે એસએઈ કોઈપણ નૈદાનિક અધ્યયનનો મહત્વનો ભાગ હોય છે. કંપનીના દિશાનિર્દેશ હાલ આ ટ્રાયલ રોકવાની મંજૂરી આપે છે, દર્દી કયા કારણે બીમાર પડ્યો તે વિશે માલૂમ કરવું પડશે, અમે તેનું અધ્યયન કરી રહ્યા છીએ. જણાવી દઈએ કે કંપનીએ 3 સપ્ટેમ્બરે અમેરિકા અને દુનિયાભરમાં કોરોના વેક્સીનનું ટ્રાયલ શરૂ કર્યું હતું, 200 વેબસાઈટ પર 60 હજારથી વધુ સ્વયંસેવકે ટ્રાયલ માટે ખુદને રજિસ્ટર કર્યા હતા. અમેરિકા ઉપરાંત જૉનસન એન્ડ જૉનસન અર્જેંટીના, બ્રાઝીલ, ચિલી, કોલંબિયા, મેક્સિકો, પેરૂ અને દક્ષિણ આફ્રીકામાં આ વેક્સીનનું ટ્રાયલ કરી રહી હતી.

ચૂંટણી અભિયાનમાં પરત ફર્યા ટ્રમ્પ, માસ્ક હવામાં ફગાવીને બોલ્યા કે…ચૂંટણી અભિયાનમાં પરત ફર્યા ટ્રમ્પ, માસ્ક હવામાં ફગાવીને બોલ્યા કે…

English summary
johnson and johnson stop clinical trial of covid 19 vaccine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X