ઇરાકી સેના અમેરલીમાં ઘુસી, આઇએસ સાથે યુદ્ધ જારી

આ પહેલા અમેરિકન રક્ષા મંત્રાલયના પ્રવક્તા જૉન કિર્બીએ નિવેદનમાં જણાવ્યું કે નવા દૌરના હવાઇ હુમલાનો નિશાનો ઇરાકના તુર્કમેની લોકોની વસ્તી છે, જે બગદાદથી 170 કિલોમીટર દૂર છે. હવાઇ હુમલા નિશ્ચિત સમય અને ક્ષેત્રમાં કરવામાં આવશે, જેનું મુખ્ય લક્ષ્ય આતંકી સંગઠન દ્વારા સામાન્ય નાગરિકો પર હુમલો કરવા કરવાથી રોકવાનો છે. કિર્બીએ જણાવ્યું કે અમેરિકા ઇરાક સરકાર, સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને બિનસરકારી સંગટનોની સાથે સહયોગ કરતા ઇરાકમાં માનવીય રાહતનું કામ કરતું રહેશે.
અમેરિકા સેનાએ બંધક બનાવેલ ઇરાકી શહેર અમેરલીમાં હવાઇ માર્ગથી મદદ પણ પહોંચાડી. પેંટાગનના પ્રેસ સચિવ રીયર એડમિરલ જોન કિર્બીએ જણાવ્યું કે અમેરિકન સેનાએ ઇરાકી અને કુર્દિશ સેનાની મદદ માટે ડ્રોન અને લડાકુ વિમાનોથી હુમલો કર્યો. સાથે જ તેમણે જાણકારી આપી કે અમેરિકન વાયુદળે આ મદદ ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ અને બ્રિટેનના વિમાનોની મદદથી પહોંચાડી છે. તેમણે જરૂરીયાતની સામગ્રી ત્યાં હવાઇ માર્ગથી પહોંચાડી.
જોન કિર્બીએ જણાવ્યું કે આ સૈન્ય અભિયાન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના નિર્દેશો અનુસાર કરવામાં આવ્યુ, જેમાં માનવીય મદદ પહોંચાડવા અને અમેરલીમાં આતંકવાદીઓ દ્વારા નાગરિકો પર હુમલા રોકવાની વાત કરાઇ હતી. નોંધનીય છે કે અત્રે લગભગ 15000થી વધારે નાગરિકો ફસાયેલા છે.












Click it and Unblock the Notifications
