Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેનેડાના લોકોના ઉગ્ર રોષ વચ્ચે Justin Trudeauએ આપવુ પડશે રાજીનામુ? સર્વેમાં થયો ચોંકવનારો ખુલાસો

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સામે પક્ષમાં ગુસ્સો વધી રહ્યો છે અને તાજેતરના સર્વેમાં જાણવા મળ્યું છે કે બે તૃતીયાંશ કરતાં વધુ કેનેડિયનો માને છે કે જસ્ટિન ટ્રુડોએ કેનેડાના વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપવું જોઈએ.

કેનેડામાં ઓક્ટોબર 2025િ સુધીમાં સંસદીય ચૂંટણી યોજાવાની છે. જો કે, તેમની સરકારમાં નાણાં પ્રધાન અને નાયબ વડા પ્રધાન તરીકે ફરજ બજાવતા ક્રિસ્ટિયા ફ્રીલેન્ડના રાજીનામાને પગલે ટ્રુડોની શાસક લિબરલ પાર્ટીમાં વિખવાદ અને બળવો સામે આવ્યો છે. અને અહેવાલ મુજબ, ફ્રીલેન્ડના રાજીનામા બાદ આંતરિક બેઠકમાં એક તૃતીયાંશ લિબરલ સાંસદોએ ટ્રુડોના રાજીનામાની માંગ કરી હતી.

કેનેડામાં લોકોનો ભારે ગુસ્સો
નેશનલ પોસ્ટના અહેવાલ મુજબ, લેગર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે 69 ટકા કેનેડિયનો માને છે કે જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપવું જોઈએ. જો કે ટ્રુડો હવે દેશમાં વધુને વધુ અપ્રિય બની ગયા છે, પરંતુ સમસ્યા માત્ર તેમના સુધી મર્યાદિત નથી. સર્વેમાં જાણવા મળ્યું છે કે 72 ટકા કેનેડિયનોએ કહ્યું કે તેઓ જસ્ટિન ટ્રુડોની સમગ્ર સરકારને નાપસંદ કરે છે.

પાર્ટીની અંદર ટુર્ડો સામે બળવો

આ સર્વે એવા સમયે થયો છે જ્યારે લિબરલ પાર્ટીની અંદર જસ્ટિન ટ્રુડો વિરુદ્ધ બળવો નોંધપાત્ર રીતે વધી ગયો છે અને તેમનું એપ્રુવલ રેટિંગ નોંધપાત્ર રીતે બગડ્યું છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે એવા અહેવાલો આવ્યા છે કે ટ્રુડો તેમની પરિસ્થિતિને વધુ બગડતી અટકાવવા માટે ત્વરિત ચૂંટણીની માંગ કરી શકે છે.

justintrudeau

વિપક્ષની ભૂમિકા ગુમાવી શકે છે ટ્રૂડો

જસ્ટિન ટ્રુડોની નકારાત્મકતાને કારણે ટ્રુડોની પાર્ટી વિપક્ષ તરીકેની ભૂમિકા પણ ગુમાવી શકે છે, તેમની લિબરલ પાર્ટી સામે લોકોનો ગુસ્સો એટલો વધી ગયો છે કે નિષ્ણાતો જસ્ટિન ટ્રુડોને તેમની લિબરલ પાર્ટી પર બોજ ગણાવી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે જસ્ટિન ટ્રુડો જ્યાં સુધી દેશમાં સત્તા પર રહેશે ત્યાં સુધી તેમની પાર્ટીની હાલત વધુ ખરાબ થશે.

લિબરલ્સનું નબળુ પ્રદર્શન

સીબીસી ન્યૂઝના પોલ ટ્રેકરના તાજેતરના સર્વે અનુસાર, કન્ઝર્વેટિવ પાર્ટીને 44 ટકા લોકોનું સમર્થન છે, જ્યારે ટ્રુડોના લિબરલ્સને માત્ર 20.9 ટકા લોકોનું સમર્થન મળ્યું છે. પરંતુ, સૌથી રસપ્રદ વાત એ છે કે ખાલિસ્તાન તરફી જગમીત સિંહની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)ને 19 ટકા લોકોનું સમર્થન મળી રહ્યું છે અને તે જસ્ટિન ટ્રુડોની પાર્ટીથી પાછળ છે. આનો અર્થ એ થયો કે, જો લોકો ઓપિનિયન પોલ પ્રમાણે મતદાન કરે તો જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટી સંસદમાં વિપક્ષની ભૂમિકા પણ ગુમાવી શકે છે. જો મતદાન અનુસાર લિબરલ્સનું નબળું પ્રદર્શન હોય તો બ્લોક ક્વિબેકોઈસ અથવા એનડીપી પાસે વિરોધનું નેતૃત્વ કરવાની વધુ સારી તક હોઈ શકે છે.

અવિશ્વાસનો પ્રસ્તાવનો સામનો કરી શકે છ સરકાર

આજની તારીખે કેનેડાના 337 સભ્યોના હાઉસ ઓફ કોમન્સમાં, લિબરલ પાસે 153 સાંસદો, કન્ઝર્વેટિવ પાસે 120, એનડીપી પાસે 25 અને બ્લોક ક્વિબેકોઈસ પાસે 33 સાંસદો છે. ટ્રુડો લાંબા સમયથી એનડીપીના સમર્થનથી લઘુમતી સરકાર ચલાવી રહ્યા છે. સપ્ટેમ્બરમાં એનડીપીએ સરકારમાંથી સમર્થન પાછું ખેંચ્યું હતું અને જસ્ટિન ટ્રુડોની સરકાર કટોકટીમાં હતી. હવે જો સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવે તો ટ્રુડોની સરકાર પડી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X