For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાબુલ વિસ્ફોટ બાદ બોલ્યા જો બાઈડેન, હુમલાખોરોને અમે માફ નહિ કરીએ, ભૂલીશુ નહિ, ગમે ત્યાંથી શોધીને મારીશુ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યુ કે વિસ્ફોટ કરનારને અમે માફ નહિ કરીએ, અમે ભૂલીશુ નહિ.

|
Google Oneindia Gujarati News

કાબુલઃ કાબુલ એરપોર્ટ પાસે થયેલા બે ધમાકામાં અત્યાર સુધી 60થી વધુ લોકોના જીવ જઈ ચૂક્યા છે. જે રીતે કાબુલ એરપોર્ટ પર લોકોની ભારે ભીડ દેશમાંથી બહાર જવા માટે એકઠી થઈ રહી હતી તે દરમિયાન આતંકી હુમલાએ લોકોને ગંભીર રીતે તોડી દીધા છે. કાબુલ એરપોર્ટ પર અમેરિકી સૈનિકોનુ નિયંત્રણ છે. ગુરુવારે થયેલા આતંકી હુમલામાં 12 અમેરિકી સૈનિકોના પણ માર્યા ગયાના સમાચાર સામે આવ્યા છે. આ આતંકી હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યુ કે વિસ્ફોટ કરનારને અમે માફ નહિ કરીએ, અમે ભૂલીશુ નહિ, આની કિંમત ચૂકવવી પડશે. તેમને ગમે ત્યાંથી શોધીને મારીશુ.

baiden

આ સાથે જ રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યુ કે અમને તાલિબાન અને ઈસ્લામિક સ્ટેટ વચ્ચે કોઈ પણ પ્રકારની મિલીભગતના પુરાવા હજુ સુધી મળ્યા નથી. કાબુલ એરપોર્ટ પર થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા અમેરિકી સૈનિકોના મોત પર જો બાઈડેને ગુરુવારે બે મિનિટ મૌન રાખ્યુ. તમને જણાવી દઈએ કે આ આતંકી હુમલામાં 13 અમેરિકી સૈનિકોના માર્યા ગયાના સમાચાર છે જ્યારે 18 જવાન ઘાયલ થઈ ગયા છે. આ આતંકી હુમલો આઈએસઆઈએસના આતંકીઓએ કર્યો છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડના કમાંડર ફ્રેંકલિન મેકેન્જીએ જણાવ્યુ કે આ હુમલાને આઈએસઆઈએસે અંજામ આપ્યો છે.

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની જે બ્લિંકને કહ્યુ કે 2001થી અફઘાનિસ્તાનમાં 23000 સૈનિક માર્યા ગયા છે અને તેમનુ સમ્માન કરીએ છીએ. અફઘાનિસ્તાનમાં 20 હજારથી વધુ જવાન ઘાયલ થયા છે. અત્યાર સુધી બીજા 80 હજારથી વધુ જવાનોએ અફઘાનિસ્તાનમાં પોતાની સેવાઓ આપી છે. આ અમેરિકાની સૌથી લાંબી લડાઈ હતી. વ્હાઈટ હાઉસ તરફથી કહેવામાં આવ્યુ છે કે 14 ઓગસ્ટથી અત્યાર સુધી એક લાખથી વધુ લોકોને અફઘાનિસ્તાનથી બહાર લાવવામાં આવી ચૂક્યા છે.

English summary
Kabul Airport blast: We will not forgive we will not forget says Joe Biden
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X