For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાલ પેન : મુસીબતને અવસરમાં ફેરવતો ગુજરાતી

ગુજરાતી ઇમિગ્રન્ટ કાલ પેન યુએસમાં રહેલા સીરિયન ઇમિગ્રન્ટ માટે ભંડોળ એકઠું કરી રહ્યો છે. આ ગુજરાતી ઇમિગ્રન્ટનું મૂળ નામ છે કલ્પેન મોદી.

By Shachi
|
Google Oneindia Gujarati News

ગુજરાતી ઇમિગ્રન્ટ કાલ પેન યુએસમાં રહેલા સીરિયન ઇમિગ્રન્ટ માટે ભંડોળ એકઠું કરી રહ્યો છે. આ ગુજરાતી ઇમિગ્રન્ટનું મૂળ નામ છે કલ્પેન મોદી.

કાલ પેન એ પોતાને ધિક્કારનારના નામથી આ CrowdRise ભંડોળ શરૂ કર્યું છે. યુએસના સીરિયન રેફ્યૂજીની મદદ અર્થે શરૂ કરવામાં આવેલા આ ભંડોળને ખૂબ ઓછા સમયમાં સારું એવું દાન પ્રાપ્ત થયું છે. 39 વર્ષના આ એક્ટર કાલ પેન પોતાને ધિક્કારનાર એક વ્યક્તિના નામથી જ આ ભંડોળ શરૂ કર્યું છે, જેણે કાલ પેન અંગે ટિપ્પણી કરતાં લખ્યું હતું કે, તે અમેરિકાનો રહેવાસી નથી.

kal penn

કાલ પેનની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી આ અંગેની માહિતી મળે છે. કાલ પેન એ પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મુસ્લિમો પરના પ્રતિબંધ અંગે પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો તથા આ નિર્ણયની કાલ પેન તથા તેમના મિત્રો પણ શું અસર થઇ છે એ તેમણે વર્ણવ્યું હતું.

કાલ પેન એ લખ્યું હતું, 'પરિવારો વેર-વિખેર થઇ રહ્યાં છે. પોતાની જાત પર જ શરમ આવે છે. આ અન-અમેરિકન(અમેરિકન વિરોધી) છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટી જે કરી રહી છે તે અન-અમેરિકન છે.'
જેની પર એક વ્યક્તિએ રોષ વ્યક્ત કરતાં લખ્યું હતું કે, તું આ દેશનો રહેવાસી નથી, તને આ દેશ સાથે કોઇ સંબંધ નથી. આ સાથે કાલ પેન માટે અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

એક ગુજરાતી તરીકે, મુસીબતને અવસરમાં ફેરવવાની વાતને સાચી ઠેરવતાં કાલ પેન એ આ ક્રિટિકના નામથી જ એક ફંડરેઝર ઊભું કર્યું છે. કાલ પેન એ પોતાના આ ફંડરેઝરના ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે, 'આપણે એ દ્વેષપૂર્ણ લોકો કરતાં વધુ સારા છીએ, જેઓ આપણને આપણા જ દેશના રહેવાસી નથી ગણતા, કે જે લોકો કહે છે કે અમેરિકા એ વિશ્વભરના શરણાર્થીઓ માટે સ્વતંત્રતા અને આશાની દીવાદાંડી ન બની શકે. રાષ્ટ્રપતિ સહિત આવા લોકોની કડવી ભાવનાઓને આપણે પ્રેમમાં ફેરવીશું.'

કાલ પેન એ પોતાના ભંડોળ માટે પોસ્ટ લખ્યાની 30 મિનિટની અંદર તેના ફંડરેઝરને 5000 ડોલરનું દાન મળ્યું હતું.
ગુજરાતી મૂળ ધરાવતા કાલ પેનનો જન્મ મોન્ટક્લેર, ન્યૂ જર્સી ખાતે એક ઇમિગ્રન્ટ ગુજરાતી પરિવારમાં થયો છે. તેનું મૂળ નામ છે કલ્પેન મોદી. અમેરિકામાં ઓબામાના કાર્યકાળ દરમિયાન તેઓ 2 વર્ષ સુધી વ્હાઇટ હાઉસમાં એસોસિએટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યાં છે.

અહીં વાંચો - સપા-કોંગ્રેસના ગઠબંધન બાદ રાહુલ અખિલેશની પહેલી પત્રકાર પરિષદઅહીં વાંચો - સપા-કોંગ્રેસના ગઠબંધન બાદ રાહુલ અખિલેશની પહેલી પત્રકાર પરિષદ

English summary
Kal Penn Starts Fundraiser for Syrian Refugees.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X