Kamala Harris: કમલા હેરિસ બની શકે છે અમેરિકાના રાષ્ટ્રપતિ, જો બાઈડન બન્યા ડિમેન્શિયાનો શિકર
US President Election, Kamala Harris: વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં ટૂંક સમયમાં મોટો રાજકીય અને વહીવટી ફેરફાર થવા જઈ રહ્યો છે. એવા સમાચાર છે કે, ભારતીય મૂળના રાજકારણી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ આગામી રાષ્ટ્રપતિ બની શકે છે.
તેનું કારણ એવું કહેવાય છે કે, રાષ્ટ્રપતિ જો બાઈડન હાલમાં ડિમેન્શિયાથી પીડિત છે. તેથી હવે તેમના સ્થાને કમલા હેરિસને અમેરિકાના રાષ્ટ્રપતિ બનાવવામાં આવી શકે છે.
અમેરિકન મીડિયા છુપાવી રહ્યું છે જો બાઈડનની બીમારી - સમાચાર ટીવી ચેનલ આજ તકની વેબસાઈટ પર ફોક્સ ન્યૂલને ટાંકીને એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો બાઈડન ડિમેન્શિયાથી પીડિત છે, અને મેઈનસ્ટ્રીમ મીડિયા આ હકીકતને છુપાવી રહ્યું છે. અમેરિકન રાજકીય વિવેચક અને લેખક ટકર કાર્લસને દાવો કર્યો છે કે, રાષ્ટ્રપતિ જો બાઈડનને સ્મૃતિ ભ્રંશ છે.

તેમણે મુખ્યપ્રવાહના મીડિયા પર પણ દેશથી આટલી મોટી વાત છુપાવવાનો આરોપ લગાવ્યો છે. ફોક્સ ન્યૂઝના પૂર્વ હોસ્ટ ટકર કાર્લસને દાવો કર્યો છે કે, અમેરિકાની શાસક પાર્ટી ડેમોક્રેટ્સ ટૂંક સમયમાં જ જો બાઈડનને હટાવીને કમલા હેરિસને રાષ્ટ્રપતિ બનાવશે.
કાર્લસનનો આ દાવો ત્યારે સામે આવ્યો છે, જ્યારે 27 જૂને એટલાન્ટામાં તાજેતરમાં રાષ્ટ્રપતિ પદની ચર્ચા થઈ હતી. આમાં જો બાઈડનનું નિવેદન અને પ્રદર્શન ડેમોક્રેટ્સ માટે ચોંકાવનારું હતું.
જો બાઈડન પ્રેસિડેન્ટની રેસમાં ભાગ નહીં લે - સ્કાય ન્યૂઝે રિપોર્ટને ટાંકીને કહ્યું કે, સિડનીના ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં ચાર હજારથી વધુ ફેન્સની સામે પોલિટિકલ એનાલિસ્ટ ટકર કાર્લસને યુએસ પ્રેસિડેન્ટમાં ફેરફારની આગાહી કરી છે.
પોતાના ચાહકોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, સીએનએન પર પત્રકાર તરીકે આવતા કેટલાક ડેમોક્રેટ કાર્યકરો જો બાઈડન ડિમેન્શિયાથી પીડિત છે, તે છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, અમેરિકન મીડિયા આ કરી રહ્યું છે, તે દર્શાવે છે કે, આ મામલો ચોંકાવનારો છે. તેમણે જણાવ્યું હતું કે, જો બાઈડન ડેમોક્રેટિક પાર્ટી વતી રાષ્ટ્રપતિ પદની રેસમાં ભાગ લઈ શકશે નહીં.
કમલા હેરિસને બનાવી શકાય છે અમેરિકાની પ્રેસિડેન્ટ - સીએનએન સહિત તમામ અમેરિકન મીડિયા પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, અથવા તો તેઓ સાચા અર્થમાં મૂર્ખ છે, અથવા તો બધા જૂઠા છે. સાચા અર્થમાં તેઓ અપ્રમાણિક છે, અને લોકોથી વસ્તુઓ છુપાવે છે.
તેમણે દાવો કર્યો હતો કે, ઘણા અગ્રણી ડેમોક્રેટિક નેતાઓએ સૂચવ્યું છે કે, રાષ્ટ્રપતિ જો બાઈડનનું માનસિક સંતુલન બગડ્યું છે, અને તેમને રાષ્ટ્રપતિની રેસમાં સામેલ કરી શકાય નહીં. આવી સ્થિતિમાં કમલા હેરિસને અમેરિકાના રાષ્ટ્રપતિ બનાવવામાં આવી શકે છે.












Click it and Unblock the Notifications
