For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘કાશ્મીરને લઇને ફરીથી થશે ભારત-પાક વચ્ચે યુદ્ધ’

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 4 ડિસેમ્બરઃ પાકિસ્તાનના પીએમ નવાજ શરીફે કહ્યું છે કે, કાશ્મીરના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગમે ત્યારે ચોથી વાર યુદ્ધ થઇ શકે છે. તેમણે આ મામલાનું ટૂંક સમયમાં નિરાકરણ લાવવા કહ્યું છે.

તેમણે એમ પણ કહ્યું કે, ભારતમાં ગણાતા કાશ્મીરને આઝાદ જોવાનું તેમનું સ્વપ્ન છે અને તેમને આશા છે કે, આ કાર્ય તેમના જીવનકાળમાં પૂર્ણ થશે. પાકિસ્તાનના સમાચાર પત્ર ડોન અનુસાર શરીફે કહ્યું કે, કાશ્મીર એવો મુદ્દો છે, જેના કારણે એટમી હથિયારો ધરાવતા બન્ને દેશો વચ્ચે ચોથું યુદ્ધ થઇ શકે છે. શરીફે પાકિસ્તાનમાં ગણાતા આઝાદ જમ્મુ અને કાશ્મીર કાઉન્સિલના બેજટ સેશનમાં આવું કહ્યું હતું.

navaz-sharif
પરંતુ પાકિસ્તાની સરકાર તરફથી જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ પ્રેસ રિલીઝમાં શરીફને એવું કહેતા દર્શાવવામાં આવ્યા છે કે કાશ્મીર મુદ્દો જનતાની ઇચ્છાઓ અને સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રસ્તાવો અનુસાર જ સોલ્વ થવો જોઇએ કારણ કે, તેના વગર આ ક્ષેત્રમાં શાંતિ સંભવ નથી.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે કે, કબજા વાલા કાશ્મીર ભારતમાંથી મુક્ત થાય અને તેમણે ઇચ્છા વ્યક્ત કરી છે કે, તેમનું આ સ્વપ્ન તેમના જીવનકાળમાં સત્યમાં ફરેવાઇ જશે.

ભારત-પાકિસ્તાન સંબંધો અંગે શરીફે કહ્યું કે, ભારત હથિયારોની હોડમાં લાગેલું છે, તેમણે કહ્યું કે, અમે ભારતના લીધે હથિયારોની હોડમાં સામેલ થવું પડી રહ્યું છે. જો અમારી પાસે વિકલ્પ હોત તો અમે આ ખર્ચ ગરીબી હટાવવા અને સોશિયલ સેક્ટરમાં સુધારો કરવામા કરત.

English summary
Kashmir is a flashpoint that can trigger a fourth war between Pakistan and India anytime, Prime Minister Nawaz Sharif has said, seeking an early settlement of the issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X