નૈરોબી હુમલોઃ સેનાનો કંટ્રોલ, તમામ બંધકોને છોડાવાયા
નૈરોબી, 24 સપ્ટેમ્બરઃ કેન્યાની સરકારે કહ્યું છે કે, નૈરોબમાં વેસ્ટગેટ શોપિંગ મોલ હવે સેનાના કબ્જામાં છે અને તમામ બંધકોને છોડાવી લેવામાં આવ્યા છે.
કેન્યાની રાજધાની નૈરોબીમાં વેસ્ટગેટ શોપિંગ મોલમાં આતંકવાદીઓના સંકજામાંથી બચાવવા માટે સુરક્ષા દળો દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાનના ચોથા દિવસે એટલે કે મંગળવારે કેનિયાના ગૃહમંત્રાલયે જણાવ્યું કે મોલ હવે સંપૂર્ણપણે સેનાના નિયંત્રણમાં છે.
ગૃહમંત્રી જોસેફ આલે લેંકૂએ કહ્યું કે, બંધકો મુ્કત કરાવવાના અભિયાન ‘ઘણી જ સારી રીતે' ચલાવવામાં આવ્યું. લેંકૂએ મૃતકોની સંખ્યાને લઇને આી રહેલા અલગ-અલગ જાણકારીઓને ધ્યાનમાં રાખીને અત્યારે કુલ 63 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે, સેના હવે મોલના તમામ કેમેરાને ચેક કરી રહ્યાં છે.

માનવામાં આવી રહ્યું છે કે, સોમાલિયાના અલ શબાબ સંગઠને આતંકવાદી બંધકોને ઢાળ બનાવીને ઉપયોગ કરી રહ્યાં હતા. આતંકવાદી શનિવારે બપોરે મોલમાં દાખલ થયા હતા.












Click it and Unblock the Notifications
