Khalistan Terrorist : કેનાડામાં ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિર્જરની હત્યા
Khalistan Terrorist : કેનેડામાં રહેતા ખાલિસ્તાન આતંકી હરદીપ સિંહ નિજ્જરના એક ગુરુદ્વારામાં હત્યા થઇ ગઇ છે. બ્રિટિશ કોલંબિયા પ્રાંતના પંજાબી બહુમતિ ધરાવતા શહેરમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારામાં તેને ગોળી મારી દેવામાં આવી હતી. તે આ ગુરુ નાનક સિખ ગુરુદ્વારાનો અધ્યક્ષ પણ હતો.
શીખ ફોર જસ્ટિસના સભ્ય હતો - નિજ્જર અલગતાવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના સક્રિય સભ્ય હતો, જેના વિશે ભારત પણ એલર્ટ મોડમાં હતું. બ્રેમ્પટન શહેરમાં ખાલિસ્તાન જનમતનું આયોજન કરવામાં તેમની મહત્વની ભૂમિકા હતી.

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ અગાઉ નિજ્જર સામે કથિત રીતે આતંકી હુમલાનું કાવતરું ઘડવા બદલ ચાર્જશીટ દાખલ કરી હતી. ભારતે કેનેડિયન સત્તાવાળાઓને પંજાબમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં કથિત સંડોવણી બદલ નિજ્જર વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
NIAએ રાખ્યું હતું 10 લાખનું ઈનામ - ભારતની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગયા વર્ષે જુલાઈમાં નિજ્જર પર 10 લાખનું ઈનામ રાખ્યું હતું. નિજ્જર પર પંજાબના જલંધરમાં એક હિન્દુ પૂજારીની હત્યા કરવાનો આરોપ હતો. નિજ્જરની આગેવાની હેઠળની ખાલિસ્તાન ટાઈગર ફોર્સ દ્વારા પૂજારીની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
