કિંગ ચાર્લ્સને થયુ કેન્સર, બકિંઘમ પેલેસે કરી પુષ્ટિ, શરુ થઈ સારવાર

King Charles Diagnosed With Cancer: પ્રિન્સ ચાર્લ્સના સ્વાસ્થ્યને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. બકિંગહામ પેલેસે કહ્યું છે કે રાજા ચાર્લ્સને કેન્સર છે. રાજવી પરિવાર દ્વારા આ અંગે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.

નોંધનીય છે કે તાજેતરમાં સમાચાર સામે આવ્યા હતા કે કિંગ ચાર્લ્સને પ્રોસ્ટેટના ઓપરેશન બાદ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પરંતુ હવે બકિંગહામ પેલેસે આ અંગે સ્પષ્ટતા આપી છે અને કહ્યું છે કે આ પ્રોસ્ટેટ નહીં પરંતુ કેન્સર છે.

રાજવી પરિવાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કિંગ ચાર્લ્સે આજથી તેમની નિયમિત સારવાર શરૂ કરી છે. આ સમય દરમિયાન, ડૉક્ટરોએ તેમને તેમની જવાબદારીઓ છોડી દેવા અને સામાન્ય જનતાના કાર્યક્રમોમાં ભાગ ન લેવાની સલાહ આપી છે. જો કે, કિંગ ચાર્લ્સ તેમની સારવાર દરમિયાન દેશની આર્થિક જવાબદારીઓ અને સત્તાવાર કાગળની કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે.

કિંગ ચાર્લ્સ તેમની તબીબી ટીમ માટે આભારી છે, જેમણે તેમની ઝડપી સારવાર અને તેમના તાજેતરના હોસ્પિટલમાં રોકાણ દરમિયાન તમામ સહાય પૂરી પાડી. કિંગ ચાર્લ્સ તેમની સારવાર અંગે હકારાત્મક છે. તે ટૂંક સમયમાં સામાન્ય કાર્યક્રમોમાં પરત ફરશે.

બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે, કિંગ ચાર્લ્સને કેન્સરનું નિદાન થયા પછી ઝડપથી સાજા થવાની શુભેચ્છા પાઠવતા, સોશિયલ મીડિયા પર લખ્યું, "હું કિંગ ચાર્લ્સ જલ્દીથી સંપૂર્ણ સ્વસ્થ થાય તેવી કામના કરું છું. મને કોઈ શંકા નથી કે તે ટૂંક સમયમાં સંપૂર્ણ તાકાત સાથે પાછા આવશે.''

બ્રિટનની વિપક્ષી લેબર પાર્ટીના નેતા કીર સ્ટારમેરે સોશિયલ મીડિયા પર લખ્યું, "લેબર પાર્ટી અને હું કિંગ ચાર્લ્સ ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવું છું. અમે તેcને સંપૂર્ણ રીતે ફિટ જોવા માટે આતુર છીએ.''

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X