For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CAA પર બોલ્યા સદગુરુઃ એ દેશમાં કોણ રોકાણ કરશે જ્યાં બસો સળગી રહી હોય?

ઈશા ફાઉન્ડેશનના અધ્યક્ષ અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવે ભારતમાં નાગરિકતા સુધારા કાયદા (સીએએ) સામે થઈ રહેલા વિરોધ પ્રદર્શનો પર પોતાનુ મંતવ્ય વ્યક્ત કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

ઈશા ફાઉન્ડેશનના અધ્યક્ષ અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવે ભારતમાં નાગરિકતા સુધારા કાયદા (સીએએ) સામે થઈ રહેલા વિરોધ પ્રદર્શનો પર પોતાનુ મંતવ્ય વ્યક્ત કર્યુ છે. દાવોસમાં આયોજિત વિશ્વ આર્થિક મંચ (ડબ્લ્યુઈએફ)ના વાર્ષિક શિખર સંમેલમાં પહોંચેલા સદગુરુએ કહ્યુ કે છાત્રો સીએએ અને એનઆરસી સામે નહિ પરંતુ પોતાના સ્થાનિક મુદ્દાઓ સામે પ્રદર્શન કરી રહ્યા છે.

sadguru

સદગુરુએ ઈન્ડિયા ટુડે સાથે વાતચીતમાં કહ્યુ, 'લોકોએ સીએએ સામે વિરોધ પ્રદર્શન ન કરવુ જોઈએ કારણકે એ ભારતીય નાગરિકો પાસેથી તેમની નાગરિકતા નથી છીનવતુ. સીએએ માત્ર એ લઘુમતીઓને એક ઓળખ આપી રહ્યુ છે જે વિભાજન દરમિયાન ત્યાં રહી ગયા હતા.' સદગુરુએ કહ્યુ કે આ કાયદો નવા લોકોને દેશમાં નથી લાવી રહ્યો અને આમાં બધા ધર્મોને શામેલ ન કરવા જોઈએ કારણકે આનાથી ભારતનો સંશાધનો પ્રભાવિત થશે.

તેમણે આગળ કહ્યુ, 'શું સીએએ કોઈના વિરોધમાં છે? આપણે એ દેશમાં લઘુમતીઓના ઉત્પીડનની વાત કરી રહ્યા છે. આને એ વાત સાથે કોઈ લેવાદેવા નથી કે બંધારણ ભારતના લોકો પર કેવી રીતે લાગૂ થાય છે. આ એ લોકો માટે છે જે વિભાજન દરમિયાન ત્યાં રહી ગયા. આના દ્વારા માત્ર એ લોકોને નાગરિકતા આપવાની કોશિશ કરવામાં આવી રહી છે જે 10-15 વર્ષથી અહીં (ભારત)માં રહી રહ્યા છે, એ પણ કોઈ ઓળખ વિના.' આ ધાર્મિક ઉત્પીડનના શિકાર લઘુમતીઓ માટે છે. તેમણે કોઈ એક ધર્મને માનનારા દેશોમાં ઉત્પીડનનો સામનો કરવો પડે છે. તે (ઉત્પીડનના શિકાર લઘુમતી) પહેલેથી અહીં છે. કોઈ 2014 બાદ ન આવી શકે પરંતુ લોકો ઈચ્છે છે કે બધા આવી જાય. બતાવો, શું અમારા દેશમાં જનસંખ્યા ઓછી છે?

સદગુરુએ કહ્યુ કે આ કાયદો હિંદુ અને મુસ્લિમ માટેનો નથી. સરકાર તરફથી સંચારની ઉણપ છે અને લોકોને લાગી રહ્યુ છે કે કાયદો તેમની વિરુદ્ધમાં છે. તેમણે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો પર કહ્યુ, 'એ દેશમાં કોણ રોકાણ કરશે જ્યાં બસો સળગાવવામાં આવી રહી હોય? બસો સરકાર સાથે સંબંધિત નથી, તે આપણી સાથે સંબંધિત છે તેમને કેમ સળગાવીએ?' સદગુરુએ કહ્યુ કે, 'છાત્ર સ્થાનિક મુદ્દા જેવા કે ફીમાં વધારો અને પોલિસની બર્બરતા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ મુદ્દાઓને રાષ્ટ્રીય મુદ્દા ન બનાવો. મીડિયાએ સત્ય બતાવવુ જોઈએ નહિ કે કોન્ટ્રોવર્સી કરવી જોઈએ. તેમને આશ્વાસન આપો કે તેમની નાગરિકતા પર કોઈ જોખમ નથી.' તમને જણાવી દઈએ કે ગયા મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સદગુરુનો સીએએવાળો વીડિયો શેર કર્યો હતો.

આ પણ વાંચોઃ નિર્ભયાના હેવાનોની સુરક્ષા પર રોજ ખર્ચ થઈ રહ્યા છે 50 હજાર રૂપિયાઆ પણ વાંચોઃ નિર્ભયાના હેવાનોની સુરક્ષા પર રોજ ખર્ચ થઈ રહ્યા છે 50 હજાર રૂપિયા

English summary
Know the reaction of sadhguru jaggi vasudev on student protest over CAA and NRC.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X