જ્યૉર્જ બુશના એડવાઈઝરે ભારત માટે કરી મોટી ભવિષ્યવાણી

વ્હાઈટ હાઉસના પૂર્વ સલાહકારે ભારત વિશે એક મોટુ નિવદન આપ્યુ છે.

વૉશિંગ્ટનઃ જ્યાં આખા દેશમાં વિપક્ષ અને અર્થ વિશેષજ્ઞ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે ત્યાં વ્હાઈટ હાઉસના પૂર્વ સલાહકારે એક મોટુ નિવદન આપ્યુ છે. પૂર્વ રાષ્ટ્રપતિ રહેલા જ્યોર્જ ડબ્લ્યુ બુશના સમયે વ્હાઈટ હાઉસના સલાહકાર રહેલા ટૉડ બુચોલજે કહ્યુ કે ચીનની તુલનામાં ભારત કોરોના વાયરસના કારણે પેદા થયેલ સંકટમાંથી જલ્દી બહાર આવી જશે. તેમનુ કહેવુ છે કે ભારતની સ્થિતિ એવી નથી જેવી ચીનની છે. ટૉડે પોતાના આ નિવેદન પાછળ ભારતની વસ્તીને મોટુ કારણ ગણાવ્યુ છે.

todd

મોટી વસ્તી બનશે દેશના વિકાસનુ કારણ

બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં ટૉડ બુચોલજના હવાલાથી લખ્યુ છે, 'વિશાળ વસ્તી અને અહીં જનસંખ્યામાં રહેલી વિવિધતા ઉપરાંત સુધારાના કારણે દેશમાં ક્ષમતા છે કે તે આર્થિક નુકશાનને ફાયદામાં બદલી શકે છે.' તેમણે આગળ કહ્યુ, 'ચીન, જનસંખ્યાની મોટી દીવાલ સાથે જઈને ટકરાયુ છે અને ભારત એનો સામનો નથી કરી રહ્યુ. જે રોકાણકારો જાન્યુઆરી 2020 દરમિયાન ભારતમાં રોકાણ કરવાનુ વિચારી રહ્યા હતા તે હવે 2021માં રોકાણ માટે તૈયાર છે. તેમણે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અત્યારે દુનિયાભરના રોકાણકારો મનપસંદ વ્યક્તિ તરીકે જુએ છે અને એવુ માનવામાં આવે છે કે મહામારી નબળી પડ્યા બાદ મોટાપાયે રોકાણકારો દેશ માટે આકર્ષિત થશે.' બુચોલજે બ્લૂમબર્ગને એક ખાસ ઈન્ટવ્યુ આપ્યો છે અને આ વાતો કહી છે.

રોકાણકારોને ભારતમાં દેખાય છે ફાયદા

ટૉડે કહ્યુ છે કે ભારતની વસ્તી 130 કરોડ છે અને વર્ષ 2027માં દેશ વસ્તી બાબતે ચીનથી પણ આગળ નીકળી જશે. એવામાં આ મોટી વસ્તી અમેરિકા અને બીજા પશ્ચિમી દેશો માટે મોટા મોકા લઈને આવે છે. આ દેશોની નિર્ભરતા પણ ટ્રેડ ટેન્શન વધવા સાથે એશિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં વિવિધતાવાળી છે. આ તરફ ભારત વધુને વધુ રોકાણકારોને આકર્ષિત કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે સરકાર તરફથીએ પહેલનો પણ ઉલ્લેખ કર્યો છે ત્યારબાદ સરકાર તરફથી અહીં બિઝનેસ શરૂ કરવા પર વેપારીઓને આર્થિક ફાયદા આપવામાં આવશે. તેમણે કહ્યુ કે અમેરિકા માટે ભારતનુ મહત્વ ઘણુ વધુ છે ખાસ કરીને ચીનના વધતા પ્રભાવને ઘટાડવા માટે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X