For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

26/11 જેવા હુમલાની તૈયારીઓમાં લશ્કર, પાક કરી રહ્યું છે મદદ

|
Google Oneindia Gujarati News

ભારતમાં ફરી એક વાર 26/11 જેવો હુમલો કરવાનું કાવતરુ આતંકવાદી સંગઠન લશકર-એ-તૈયબા ઘડી રહ્યું છે. દેશની ખાનગી એજન્સીઓએ આ વાતની આશંકા વ્યક્ત કરી છે. એક માહિતી મુજબ મુંબઈ હુમલાની જેમ જાહેર જગ્યા સિવાય કોઈ આર્મી યુનિટ અથવા સિક્યોરિટીની જગ્યા પર હુમલો થઈ શકે છે.

આ અલર્ટ પછી સિક્યોરિટી એજન્સીઓએ દરિયા કાંઠાની સુરક્ષામાં વધારો કરી દીધો છે. તેમજ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દેવામાં આવી છે.

રીપોર્ટ

રીપોર્ટ

સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી મુજબ ખાનગી રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાની એજન્સી ISIS અને નેવી સતત લશ્કરની મદદ કરી રહ્યાં છે.

પાકની નાપાક હરકતો

પાકની નાપાક હરકતો

મહત્વપૂર્ણ છેકે જમ્મુના ઉધમપુરમાં બીએસએફની એક બસ પર હુમલા પછી મોહમ્મદ નાવેદ યાકુબ નામના એક પાકિસ્તાની આતંકવાદીને અરેસ્ટ કરવામાં આવ્યો હતો. જ્યારે કાશ્મીરમાં એક ઓપરેશન પછી આર્મી-પોલીસે ઓગસ્ટ મહિનામાં એક વધુ પાકિસ્તાની આંતકી સજ્જાદ અહેમદને પણ અરેસ્ટ કર્યો હતો.

લશ્કરની ટ્રેનિંગ

લશ્કરની ટ્રેનિંગ

માનવામાં આવી રહ્યું છેકે 26/11 જેવા હુમલાની તૈયારીઓ માટે લશ્કરે આતંકીઓને ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી દીધી છે. લશ્કરને પાકિસ્તાને ટ્રેનિંગ માટે એક જગ્યા પણ આપી હોય તેવા સમાચાર છે.

26/11નો પ્લોટ

26/11નો પ્લોટ

નોંધનીય છેકે 26 નવેમ્બર 2008ના દિવસે કેટલાક પાકિસ્તાની આતંકવાદીઓ કરાંચીથી દરિયાઇ માર્ગે મુંબઇ આવ્યા હતાં. ત્યારે તેમણે મુંબઇના અનેક સ્થળને બાનમાં લીધા હતા. જેમાં 164 લોકોના મોત થયા હતા, જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હતાં. હુમલામાં સામેલ આતંકીઓમાંથી એક આતંકવાદી કસાબને ભારતમાં ફાંસી આપવામાં આવી હતી.

સુરક્ષા સઘન

સુરક્ષા સઘન

ભારતીય સેના દ્વારા પશ્ચિમી સીમા પર વધુ ચાંપતો બંદોબસ્ત કરવાની કવાયતનું આયોજન છે.

આર્મી ચીફના સંકેત

આર્મી ચીફના સંકેત

મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ પહેલા આર્મી ચીફે કહ્યું હતું કે સેનાએ બોર્ડર પર એક નાના યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ.

પાકિસ્તાનનો જવાબ

પાકિસ્તાનનો જવાબ

સુહાગના આ નિવેદન બાદ પાકિસ્તાન આર્મીના ચીફ રાહિલ શરીફે ભારતને ધમકી આપતા કહ્યું હતું કે કોઈ પણ પ્રકારનું નાનું મોટુ યુદ્ધ પાકિસ્તાન સાથે કરવામાં આવશે તો ભારતે તેની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે.

English summary
Lashkar e taiba planning another 26/11 attack.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X