For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MH370માંથી બોલાયેલા અંતિમ શબ્દો હતા 'ગુડનાઇટ મલેશિયા'

|
Google Oneindia Gujarati News

મલેશિયા, 1 એપ્રિલ : મલેશિયાના અધિકારીઓએ ગુમ થયેલા વિમાન MH 370ની કોકપીટ અને એર ટ્રાફિક કંટ્રોલ ઓફિસ વચ્ચે થયેલી વાતચીતનું નવું સંસ્કરણ બહાર પાડ્યું છે. આ નવા સંસ્કરણ મુજબ કહેવામાં આવેલા અંતિમ શબ્દો હતા 'ગુડનાઇટ મલેશિયા થ્રી સેવન ઝીરો. આ પહેલાના સંસ્કરણમાં જણાવવામાં આવ્યું હતું કે અંતિમ શબ્દો 'બધું બરાબર છે, શુભ રાત્રિ'.

ગત આઠ માર્ચના રોજ ગુમ થયેલા વિમાન પર 239 લોકો સવાર હતા. તે કુઆલાલુમ્પુરથી બીજીંગ જઇ રહ્યું હતું.આ વિમાન સાથે છેલ્લો સંપર્ક મલેશિયન સમય અનુસાર રાત્રે 1 વાગીને 19 મીનિટે થયો હતો.

malayesia-airlines

વર્તમાન સમયમાં શોધ દળ ટોડ પિંગર લોકેટર (ટીપીએલ) નામના એક ડિવાઇસની મદદ લઇ રહ્યા છે. જેથી ફ્લાઇટના આંકડાને રેકોર્ડ કરનારા ડિવાઇસ બ્લેક બોક્સના અલ્ટ્રાસોનિક સિગ્નલોને સાંભળી શકાય. ફ્લાઇટ રેકોર્ડર 30 દિવસ સુધી સિગ્નલ કાઢતા રહે છે.

આ વિમાનમાં પાંચ ભારતીય નાગરિકો સહિત 239 લોકો સવાર હતા, જ્યારે સૌથી વધારે ચીનના 154 નાગરિકો સવાર હતા. મલેશિયા સરકારે વિમાન ગુમ થયાની ધોષણા 24 માર્ચે કરી હતી. વિમાને છેલ્લી ઉડાન 8 માર્ચના રોજ ભરી હતી અને થોડી વારમાં ગુમ થઇ ગયું હતું.

English summary
The last words heard by air traffic control in Kuala Lumpur were "good night Malaysian three seven zero" – not "all right, good night," as previously reported, Malaysia's civil aviation authority said on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X