Pager Explosion: લેબનામાં ભયંકર વિસ્ફોટ, 8નાં મોત 2759 ઈજાગ્રસ્ત
Lebanon Pager Explosion: લેબનોનમાં સંવાદ કરવા માટે ઉપયોગ થતા પેજરમાં વિસ્ફોટના અહેવાલ સામે આવ્યા છે. કંપાવનારી આ ઘટનાએ 8 લોકોના જીવ ભરખી લીધા છે અને 2750 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં ઈરાનના રાજદૂત મોજતબા અમાની પણ સામેલ છે.

ન્યૂજ એજન્સી રૉયટર્સના રિપોર્ટ મુજબ, બેરૂતના દક્ષિણી ઉપનગર દહિયામાં આ વિસ્ફોટ થયો હતો. લોબનોનની સરકારી સમાચાર એજન્સી NNAએ જણાવ્યું છે કે લેબનાનની મધ્ય બેકા ઘાટીના અલી અલ-નહરી અને રિયાકમાં પણ "હેક" કરાયેલા પેજર ઉપકરણોમાં વિસ્ફોટ થયો છે. જેને પગલે અનેક લોકો ઘાયલ થયા છે. મંગળવારે વિસ્ફોટ થયેલા તમામ સ્થાન હિજ્બુલ્લાના ગઢ માનવામાં આવે છે.
વિસ્ફોટને લઈ લેબનાનના સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને પેજર ત્યાગવા આગ્રહ કર્યો. ઉપરાંત તમામ હોસ્પિટલ્સને હાઈ એલર્ટ પર રહેવા કહેવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે અમેરિકા સહિત યૂરોપીય દેશોમાં હિજ્બુલ્લાહ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ગાઝા પર ઈઝરાયેલના હુમલા શરૂ થયા બાદથી ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ લડવૈયાઓ અને ઈઝરાયેલ વચ્ચે સીમા પાર અથડામણો ચાલુ છે. અત્યારે તણાવ ચરમ સીમા પર છે. બંને તરફથી હુમલા વધી ગયા છે.
8નાં મોત, 2750 ઘાયલ
લેબનાનના સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યું. ઘટના પછી અપડેટ આપતાં મંત્રાલયે જણાવ્યું કે પેજર બ્લાસ્ટમાં 8 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે 2750 લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને ઈલાજ માટે દવાખાને દાખલ કરવામાં આવ્યા છે.
આ હુમલા પછી બેરૂતના દક્ષિણી વિસ્તારોમાં અનેક એમ્બ્યુલન્સને હોસ્પિટલ તરફ દોડતી જોવામાં આવી. એક સૂત્રએ કહ્યું કે બેરૂતના દક્ષિણી ઉપનગરો, દક્ષિણ લેબનાન અે પૂર્વી બેકા ઘાટીમાં આવેલ હિજબુલ્લાના ગઢમાં સેંકડો હિજ્બુલ્લાહ સભ્યો પોતાના પેજરમાં વિસ્ફોટને કારણે ઘાયલ થઇ ગયા. ઈરાની સરકારી મીડિયાએ જાણકારી આપી કે આ ઘટનામાં લેબનાનમાં તેમના રાજદૂત પણ ઘાયલ થઇ ગયા છે. હિજ્બુલ્લાહે આ હુમલા માટે ઈઝરાયેલને દોષી ઠેરવ્યું છે. જ્યારે એએફપીના રિપોર્ટ મુજબ, ટાયર અને સિડોન શહેરો વચ્ચે ડઝનેક એમ્બ્યુલન્સ જોવા મળી.












Click it and Unblock the Notifications
