ચીનમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે વાઇ ફાઇનું સ્થાન લેશે લાઇ ફાઇ?
બીજિંગ, 18 ઓક્ટોબર : ચાઇનીઝ વિજ્ઞાનીઓએ ઇન્ટરનેટ સાથે કનેક્ટ થવા માટે એક નવો અને સસ્તો માર્ગ તૈયાર કરી દીધો છે. આ નવા રસ્તા અનુસાર ઇન્ટરનેટ માટેના સિગ્નલ્સ હવે વાઇ ફાઇની રેડિયો ફ્રિક્વન્સીને બદલે લાઇટ બલ્બ્સ દ્વારા મોકલવામાં આવશે. ટેકનોલોજીની દુનિયાના જાણકારોનું કહેવું છે કે આ નવો રસ્તો ઓનલાઇન કનેક્ટિવિટીની સમગ્ર પ્રક્રિયા બદલી નાખશે.
ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે ચીની વિજ્ઞાનિકોની આ શોધ ક્રાંતિકારી સાબિત થઈ શકે છે. શાંઘાઈની ફુડાનની યુનિવર્સિટીમાં કામ કરી રહેલા આઈટી પ્રોફેસર શી નાને જણાવ્યું છે કે 'લાઈટને કેરિયર બનાવવામાં આવે તો એક એલઈડી બલ્બથી ચાર કમ્પ્યૂટર ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઈ શકે છે.' આ શોધ કરનારી ટીમ હેડ શી કહે છે કે માઈક્રોચિપ્સ દ્વારા એલઈડી બલ્બ 150 મેગાબાઈટ્સ પ્રતિ સેકન્ડ ડેટા રેડ ઉત્પન્ન કરે છે. જે એવરેઝ બ્રોડબેન્ડ સ્પીડ કરતાં વધારે છે.

યુકેની યુનિવર્સિટીના હેરાલ્ડ હાંસે આ ટેક્નોલોજીને લાઈ ફાઈ નામ આપ્યું છે. લાઈટ કોમ્યુનિકેશનના કારણે વાઈ ફાઈના આધારે આ નામ અપાયું છે. લાઈ ફાઈ ફાસ્ટ ઉપરાંત સસ્તું પણ છે. પાંચ નવેમ્બર, 2014ના રોજ શાંઘાઈમાં યોજાનાર ચાઈના ઇન્ટરનેશનલ ફેરમાં લાઈ ફાઈના 10 નમૂના રજૂ કરવામાં આવશે. જોકે તેમાં કેટલાક સુધારા થઈ શકે છે. આ સિસ્ટમની એક મર્યાદા એ છે કે વીજળી જાય તો સિગ્નલ તૂટી જાય છે.












Click it and Unblock the Notifications
