Los angeles wildfire : શું છે પિંક લિક્વિડ? જાણો કેવી રીતે તેનાથી લોસ એન્જલસની આગ પર કાબુ મેળવાઈ રહ્યો છે?

Los angeles wildfire : અમેરિકાના લોસ એન્જલસમાં લાગેલી આગ સ્થાનિક સરકાર માટે મોટો પડકાર બની છે. ઘણા દિવસો બાદ પણ આગ કાબુમાં નથી આવી રહી.

આ આગને કાબુ કરવા અમેરિકી સેના પાણી સાથે સાથે એક ખાસ પ્રકારના પિંક લિક્વિડનો પ્રયોગ કરી રહી છે. હવામાંથી આ પ્રવાહીને આગ પર ફેંકવાના ઘણા દ્રશ્યો સામે આવ્યા છે.

Los angeles wildfire

કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગને કાબુમાં લેવા અમેરિકન ફાયર ફાઈટર ગુલાબી રંગના પ્રવાહીનો ઉપયોગ કરી રહ્યા છે. આ પ્રવાહીને ફોસ-ચેક પણ કહેવામાં આવે છે.

આ એમોનિયમ ફોસ્ફેટથી બનેલું હોય છે અને જે લાંબા સમય સુધી અસરકારક રહે છે. ફોસ-ચેકમાં ગુલાબી રંગ ખાસ ઉમેરવામાં આવે છે જેથી અગ્નિશામક તેને સરળતાથી જોઈ શકે.

આ ગુલાબી પદાર્થ પાણી, ક્ષાર (રસાયણો) અને ખાતરોનું મિશ્રણ છે. તેમાં મૂળભૂત રીતે એમોનિયમ ફોસ્ફેટ ધરાવતું દ્રાવણ હોય છે. જેના કારણે તે છોડ પર એક સ્તર બનાવે છે, આ સ્તર ઓક્સિજનનો પુરવઠો બંધ કરીને આગના ફેલાવાને ધીમો પાડે છે. આનાથી કારણે આગનો ફેલાવો ઘણી હદ સુધી અટકી જાય છે. ઘણી વખત આનાથી આગ પણ કાબુમાં આવી જાય છે.

જણાવી દઈએ કે, લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગે મોટી સંખ્યામાં લોકોને પ્રભાવિત કર્યા છે. ભારે પવનને કારણે આગ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી ચૂકી છે.

આ આગને કારણે મોટી હજારો ઘર ખાલી કરવાની ફરજ પડી છે. આગમાં અંદાજે 92 હજાર લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. આ સિવાય 25 લોકોના મોત થયા છે.

આગ એટલી ભયાનક છે અને એટલે જ હજુ વધારે 89 હજાર લોકોને સ્થળાંતર માટે ચેતવણી અપા છે. આ ગામાં 40,500 એકરથી વધુ જમીન બળીને ખાખ થઈ ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X