જોહાનિસબર્ગમાં બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગવાથી 52 લોકોના મોત
Johannesburg Fire: દક્ષિણ આફ્રિકાની રાજધાની જોહાનિસબર્ગમાં એક બહુમાળી ઈમારતમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 52 લોકોના મોત થયા છે. આ સિવાય 50થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. જોહાનિસબર્ગ નગરપાલિકાએ આ માહિતી આપી.
જોહાનિસબર્ગ ઇમરજન્સી મેનેજમેન્ટ સર્વિસીસના પ્રવક્તા રોબર્ટ મુલાઉડઝીએ જણાવ્યું હતું કે ગુરુવારે સવારે લાગેલી આગમાં શહેરના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં સ્થિત એક ઇમારતને નુકસાન થયું હતું અને સ્થળ પરથી 52 મૃતદેહો મળી આવ્યા બાદ મૃત્યુઆંક હજુ વધી રહ્યો છે.

સાઉથ આફ્રિકાની ન્યૂઝ24 ઓનલાઈન ન્યૂઝ સાઈટ અનુસાર, આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. હાલ ઈમારતને ખાલી કરાવવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ઈમારત પાંચ માળની છે. આગ ઘણી હદ સુધી ઓલવાઈ ગઈ છે, પરંતુ કાળી પડેલી ઈમારતમાંથી હજુ પણ ધુમાડો નીકળી રહ્યો છે.












Click it and Unblock the Notifications
