Israeli attack on Hezbollah : હિઝબુલ્લાહ પર ઇઝરાયેલનો મોટો હુમલો, તબાહીના માહોલમાં 182 લોકોના મોત

Israeli attack on Hezbollah : પેજર અને રેડિયો બ્લાસ્ટ બાદ હિઝબુલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચે ફરીથી યુદ્ધ શરૂ થયુ છે. લેબનાનમાંથી હિઝબુલ્લાના મિસાઈલ હુમલા બાદ ઈઝરાયેલે વળતો હુમલો કરતા મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા છે.

અહેવાલો અનુસાર, દક્ષિણ લેબનાનમાં ઇઝરાયેલે હુમલો કરતા 182 લોકોના મોક થયા છે અને 700 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓ સામેલ છે.

Israeli attack on Hezbollah

હુમલા બાદ ઇઝરાયેલી સેનાએ લોકોને ઘર અને અન્ય જગ્યાઓ ખાલી કરવા કહ્યુ છે, જેનો ઉપયોગ હિઝબોલ્લાહ કથિત રીતે શસ્ત્રોનો સંગ્રહ કરવા માટે કરી રહ્યું છે.

આ સાથે લેબનાનના નાગરિકોને 80,000 થી વધુ શંકાસ્પદ ઇઝરાયલી કોલ પણ આવ્યા છે. સ્થાનિક ટેલિકોમ કંપની ઓગેરોના વડા ઇમાદ ક્રેઇદીહે આ પગલાને વિનાશ અને અરાજકતા પેદા કરનારૂ પગલુ ગણાવ્યુ છે.

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે, આ પરિસ્થિતિએ ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે 11 મહિનાથી ચાલેલા સંઘર્ષને પૂર્ણ-સ્કેલ યુદ્ધની નજીક લાવી દીધો છે.

ઇઝરાયેલી સેનાએ જણાવ્યું કે સોમવારે લેબનોનમાં 300 લક્ષ્યો પર હવાઈ હુમલો કર્યો હતો, જે હિઝબુલ્લાહ આતંકવાદી જૂથ સામે લગભગ એક વર્ષ સુધી ચાલેલા યુદ્ધમાં સૌથી આક્રમક હવાઈ હુમલાઓમાંથી એક છે.

લેબનાનના ગૃહ મંત્રાલયે લેબનીઝ લોકોના મોટા વિસ્થાપન વચ્ચે આશ્રયસ્થાન તરીકે બેરૂત, ત્રિપોલી અને પૂર્વી અને દક્ષિણ લેબનોનમાં શાળાઓ ખોલવા આદેશ કર્યા છે.

IDF એ એક નિવેદનમાં જણાવ્યું કે, અમે લેબનીઝ ગામડાઓમાં નાગરિકોને સલાહ આપીએ છીએ કે તેઓ પોતાની સુરક્ષા માટે તરત જ જોખમથી દૂર જતા રહે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X