For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વ મને હક માટે લડનારી છોકરી તરીકે ઓળખેઃ મલાલા

By Super
|
Google Oneindia Gujarati News

Malala-Yousafzai
સંયુક્ત રાષ્ટ્ર, 14 જુલાઇઃ પોતાનું જીવન છોકરીઓની શિક્ષા માટે સમર્પિત કરવાની વાત કરતી પાકિસ્તાની કિશોરી મલાલા યુસૂફજઇએ કહ્યું કે, તાલિબાના હુમલાનો શિકાર બનેલી છોકરીના રૂપમાં પોતાની ઓળખ નથી ઇચ્છતી પરંતુ તે ઇચ્છે છે કે વિશ્વ તેને પોતાના અધિકારઓ માટે સંઘર્ષ કરનારી છોકરીના રૂપમાં ઓળખે.

મલાલાએ શનિવારે ન્યુયોર્કમાં પાકિસ્તાનના સંયુક્ત રાષ્ટ્ર મિશનને સંબોધિત કરતા કહ્યું કે, 9 ઓક્ટોબર 2012એ થયેલો હુમલો મારી જિંદગીનો એક હિસ્સો હતો. હું મહેનત કરવા ઇચ્છું છું, મારી આખી જિંદગી છોકરીઓના શિક્ષણ માટે સમર્પિત કરવા માગે છે. મલાલાએ કહ્યું કે, સાચું કહું તો હું કહેવા માગું છું કે હું તાલિબાનના હુમલાનો શિકાર છોકરી તરીકે ઓળખ બનાવવા માગતી નથી પરંતુ હું એ છોકરી તરીકે ઓળખ બનાવવા માગું છું કે જેણે પોતાના અધિકારો માટે સંઘર્ષ કર્યો. શુક્રવારે સંયુક્ત રાષ્ટ્રમાં સરાહનીય ભાષણ આપ્યાના એક દિવસ બાદ કાલે 16 વર્ષે મલાલાએ આ વાત કરી.

ગત વર્ષે ઓક્ટોબરમાં તાલિબાન હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા બાદ સંયુક્ત રાષ્ટ્રમાં આપવામાં આવેલું ભાષણ મલાલાનું પહેલું સાર્વજનિક ભાષણ હતું. તાલિબાનના એક હુમલાવરે મલાલાના માથા પર ગોળી મારી હતી. હુમલાનો ઉદ્દેશ્ય છોકરીઓને સ્કૂલ જવાના અધિકારીઓ સાથે જોડાયેલી મલાલાના અભિયાનને ખતમ કરવાનો હતો.

સંયુક્ત રાષ્ટ્રમાં આપવામાં આવેલા ભાષણમાં મલાલાએ મહાત્મા ગાંધી અને અહિંસાના બીજા વૈશ્વિક દૂતોના સ્મરણ કરતા કહ્યું કે, હું કોઇની વિરોધી નથી. ના તો અહીં તાલિબાન અથવા બીજા આતંકવાદી સમુહ વિરુદ્ધ વ્યક્તિગત બદલો લેવા બોલવા આવી છું. હું અહીં દરેક બાળક શિક્ષણના અધિકાર માટે બોલવા આવી છું.

English summary
United Nations: Pakistan teenager Malala Yousafzai said that she does not want to be known as the girl the Taliban tried to kill but as "the girl who struggled for her rights."
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X