For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મલાલા યુસુફઝાઈએ તાલિબાન અંગે કહેલી આ વાતથી પાકિસ્તાનમાં મચશે હોબાળો

નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈએ અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિ વિશે પહેલીવાર પોતાનું નિવેદન આપ્યું છે. આ સમયે જ્યારે અફઘાનિસ્તાનના વિનાશ માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

કાબુલ : નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈએ અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિ વિશે પહેલીવાર પોતાનું નિવેદન આપ્યું છે. આ સમયે જ્યારે અફઘાનિસ્તાનના વિનાશ માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે અને તાલિબાનોએ લગભગ આખું અફઘાનિસ્તાન કબ્જે કરી લીધું છે, તેવા સમયે મલાલા યુસુફઝાઈએ અફઘાનિસ્તાન અંગે પ્રથમ વખત પોતાનું નિવેદન આપ્યું છે. મલાલા યુસુફઝઈએ તાલિબાન વિશે જે કંઈ પણ કહ્યું છે, એવું માનવામાં આવે છે કે તે બાદ પાકિસ્તાનમાં હોબાળો મચી જશે.

malala-yousafzai

મલાલાએ પહેલી વાર તાલિબાન વિશે વાત કરી

મલાલાએ પહેલી વાર તાલિબાન વિશે વાત કરી

નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈએ મંગળવારના રોજ અફઘાનિસ્તાનમાં મહિલાઓ માટે પોતાની ચિંતા વ્યક્ત કરી અને તાલિબાન આતંકવાદી જૂથની સખતનિંદા કરી હતી. એટલું જ નહીં મલાલા યુસુફઝાઈએ તાલિબાન વિશે પોતાની અંગત વ્યથા પણ વ્યક્ત કરી છે, જેણે હાલમાં ચૂંટાયેલી સરકાર પાસેથી અફઘાનિસ્તાનનીસત્તા છીનવી લીધી છે.

એક બ્લોગ પોસ્ટમાં મલાલાએ લખ્યું કે, હું બોસ્ટનથી અફઘાનિસ્તાનમાં થઇ રહેલા ઘટનાક્રમને નજીકથી જોઈ રહી છું. ઉલ્લેખનીય છે કે,ઓક્ટોબર 2012માં શાળાએ જતા સમયે પાકિસ્તાની તાલિબાન આતંકવાદીઓએ મલાલા યુસુફઝાઈ પર અનેક ગોળીઓ ચલાવી હતી, જેમાં મલાલા ગંભીર રીતે ઘાયલથઈ હતી. તેની લાંબા સમય સુધી હોસ્પિટલમાં સારવાર ચાલી હતી. જે બાદ તેણે છોકરીઓના શિક્ષણ માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. હાલમાં તે ઘણા વર્ષોથીપાકિસ્તાનની બહાર છે.

સ્ત્રીઓ માટે ક્રૂરતા

સ્ત્રીઓ માટે ક્રૂરતા

મલાલા યુસુફઝાઈએ પોતાના બ્લોગમાં તાલિબાનની આકરી ટીકા કરી છે અને કહ્યું છે કે, તાલિબાનના કારણે અફઘાનિસ્તાનની મહિલાઓને 'દુર્ભાગ્ય'નો સામનો કરવોપડી શકે છે. તે હજૂ પણ 9 વર્ષ પહેલા થયેલા ગોળીબારની ઘટનામાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહી છે અને અફઘાનિસ્તાનના લોકો છેલ્લા ચાર દાયકાથીગોળીબાર સહન કરી રહ્યા છે. જેમની મદદ માટે આપણે હાલ રડી રહ્યા છીએ, આપણે ભૂલીશું તેમના નામ ભૂલી જશું અથવા ક્યારેય તેમના નામ જાણી પણ નહીંશકીએ. આ વાતની કોઈ જવાબદાર પણ લેશે નહીં.

"રાષ્ટ્રના વડાઓ સાથે વાતચીત"

મલાલાએ તેના બ્લોગમાં લખ્યું છે કે, હું અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિને લઈને વિવિધ દેશોના વડાઓને ફોન કરું છું, પત્ર લખી રહી છું અને વાત કરી રહી છું, અફઘાનિસ્તાનમાં મહિલા અધિકારો અંગે ચિંતા વ્યક્ત કરી રહી છે.

છેલ્લા બે અઠવાડિયામાં અમે ઘણા પરિવારોને સલામત સ્થળે પહોંચાડવાનું કામ કર્યું છે, પરંતુ હુંજાણું છું કે અમે દરેકને બચાવી શકતા નથી. તે પાકિસ્તાની તાલિબાન આતંકવાદી દ્વારા માથામાં ગોળી મારી દેવામાં આવી હતી, તે દિવસે તેની સાથે હતી એવી બેઅન્ય મિત્રો સાથે વાત કરી છે. તે મિત્રએ કહ્યું કે, તેણે આતંકવાદીઓનો 'ક્રૂર' ચહેરો જોયો છે અને આજે પણ તે આતંકવાદીઓ સપનામાં ડરાવી જાય છે.

'તાલિબાન શાસન વિશે ખૂબ ચિંતિત'

'તાલિબાન શાસન વિશે ખૂબ ચિંતિત'

મલાલાએ પોતાના બ્લોગમાં તાલિબાન શાસન અંગે ઘણી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે તાલિબાન મહિલાઓના અધિકારોને કેવી રીતે કચડી નાખે છે, તે અંગે વ્યાપકચિંતા વ્યક્ત કરી છે. તેણીએ તેના બ્લોગમાં લખ્યું છે કે, વર્ષ 1996થી 2001 વચ્ચેના છેલ્લા તાલિબાન શાસન દરમિયાન અફઘાન મહિલાઓને આતંકવાદી સંગઠનનાક્રૂર શાસનનો સામનો કરવો પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કાબુલ કબ્જે કર્યાના બે દિવસ પછી બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં તાલિબાને કહ્યું હતું કે, તેઓ મહિલાઓનેઇસ્લામિક કાયદા હેઠળ કામ કરવાની છૂટ આપશે, પરંતુ મંગળવારના રોજ તાલિબાને મહિલાઓ અંગે નવો આદેશ જારી કર્યો છે અને કામ કરતી મહિલાઓને તેમનાઘર છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે.

પાકિસ્તાન મલાલા પર ગુસ્સે

પાકિસ્તાન મલાલા પર ગુસ્સે

ઉલ્લેખનીય છે કે, મલાલાના નિવેદનો પાકિસ્તાનમાં વધારે પસંદ કરવામાં આવતા નથી અને તે ઘણીવાર કટ્ટરવાદીઓના નિશાના પર હોય છે. તાજેતરમાં મલાલાના લગ્નના નિવેદનને લઈને પાકિસ્તાનમાં ભારે વિરોધ થયો હતો, હકીકતમાં મલાલા યુસુફઝાઈના વોગ મેગેઝિન ફોટોશૂટ અને મેગેઝિન માટે આપેલા ઈન્ટરવ્યુને લઈને ઘણો હંગામો થયો હતો. વોગ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન મલાલા યુસુફઝાઇએ ઘણા મુદ્દાઓ પર મુક્તપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

મલાલા યુસુફઝાઈએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેના માતાપિતાએ લગ્ન ગોઠવી દીધા છે, પરંતુ હું લગ્નને એટલું મહત્વનું નથી માનતી. બે લોકોને સાથે રહેવા માટે લગ્ન કરવાની જરૂર નથી. શા માટે લગ્નના કાગળો પર સહીઓ કરવી પડે છે અને શું લગ્ન માત્ર ભાગીદારી ન હોઈ શકે?

મલાલા સામે કટ્ટરપંથી

મલાલા સામે કટ્ટરપંથી

લગ્ન અંગે મલાલાના નિવેદન બાદ પાકિસ્તાનના લોકોએ તેને ઇસ્લામ વિરોધી ગણાવી હતી અને લોકોએ આરોપ લગાવ્યો હતો કે, તે પાકિસ્તાનના યુવાનોને બરબાદકરી રહી છે. લંડનમાં રહેતી વખતે તે પાકિસ્તાની યુવાનોને લગ્ન સામે ઉશ્કેરી રહી છે.

પાકિસ્તાનના કટ્ટરવાદીઓ માને છે કે, મલાલાને પશ્ચિમી સંસ્કૃતિથી કલંકિતકરવામાં આવી છે અને તે પાકિસ્તાન માટે કંઈ કરી રહી નથી, તે માત્ર પશ્ચિમી દેશોના હાથની કઠપૂતળી બની ગઈ છે.

ટ્વિટર પર કેટલાક લોકોનું કહેવું છે કે, મલાલાયુસુફઝાઈ પશ્ચિમી દેશોની આડમાં પાકિસ્તાન સમાજને બરબાદ કરવાનું કાવતરું ઘડી રહી છે અને તેનો એજન્ડા જલ્દી ખતમ થઈ જશે.

English summary
Pakistan is being blamed for the destruction of Afghanistan and the Taliban have occupied almost the whole of Afghanistan, at a time when Malala Yousafzai is making her first statement on Afghanistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X