For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિન્દ મહાસાગરમાં પડ્યું'તું MH 370, બ્લેકબોક્સની શોધખોળ ચાલુ

|
Google Oneindia Gujarati News

કૈનબરા, 25 માર્ચ: ગુમ થયેલું મલેશિયાઇ વિમાન હિન્દ મહાસાગરના દક્ષિણી ભાગમાં દુર્ઘટનાગ્રસ્ત થયાની ખરાઇ થયા બાદ હવે શોધકર્તાઓ તેના બ્લેક બોક્સની તપાસમાં લાગી ગયા છે, જેથી તેના દુર્ઘટનાગ્રસ્ત થયાના કારણોને જાણી શકાય.

મલેશિયાઇના વડાપ્રધાન નઝીબ રઝાકે સોમવારે નવા ઉપગ્રહ ડેટાનો હવાલો આપતા જણાવ્યું કે છેલ્લા 17 દિવસોથી ગુમ થયેલ વિમાન 'મલેશિયા એરલાઇન્સ જેટ' દક્ષિણી હિન્દ મહાસાગરમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું અને તેમાં કોઇ જીવતું નથી બચ્યું. આ વિમાનમાં દુર્ઘટના સમયે પાંચ ભારતીયો સહિત 239 યાત્રીઓ સવાર હતા. આ અંગે યાત્રિઓના પરીવારજનોને પણ સૂચના આપી દેવામાં આવી છે.

mh 370
મલેશિયાઇ એરલાઇન્સ 370 ગુમ થયાના 17 દિવસ સુધી તેના દુર્ઘટનાગ્રસ્ત થયાની ખરાઇની રાહ જોવા બાદ હવે શોધકર્તાઓ બ્લેક બોક્સને તેની બેટરી સમાપ્ત થયા પહેલા શોધવામાં લાગી ગયા છે.

કાયદાકીય રીતે બ્લેક બોક્સને કોઇ દુર્ઘટનાના ઓછામાં ઓછા 30 દિવસ બાદ સુધી એવા સંકેત મોકલવા જોઇએ, જેથી તેની સ્થિતિની માહિતી મેળવી શકાય. જોકે વિશેષજ્ઞોનું કહેવું છે કે વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાના સમયે બેટરીની શક્તિના આધાર પર બ્લેક બોક્સમાંથી એવા સંકેત 15 દિવસ અથવા તેના બાદ સુધી પણ નીકળવા ચાલુ રહી શકે છે. બ્લેક બોક્સ નહીં મળવા પર તપાસકર્તાઓ માટે એ નિશ્ચિતપણે કહેવું અસંભવ રહેશે કે આ દુર્ઘટના કયા કારણોસર સર્જાઇ હતી. વિમાનનો કેટલોંક ભાગ લગભગ મળી ગયો છે.

વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થયાના બે અઠવાડિયા વીતી ગયા બાદ પણ વિમાનની સ્થિતિની હજી સુધી ભાળ મેળવી શકાઇ નથી. જોકે પ્રશાસનનું કહેવું છે કે એક બ્રિટિશ ઉપગ્રહ કંપનીએ હિન્દ મહાસાગરમાં તેની છેલ્લી સ્થિતિનો પતો લગાવ્યો છે, જ્યાં ઘણા દેશો વિમાનનો કાટમાળ શોધવાનું કામ કરી રહ્યા છે.

English summary
Malaysia’s PM said Monday that further analysis of satellite data confirmed that the missing Malaysian airliner went down in the southern Indian Ocean with its passengers and crew.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X