For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસના કારણે મલેશિયામાં થયુ પહેલુ મોત

આખી દુનિયામાં જાનલેવા વાયરસ અત્યાર સુધી 137 દેશોમાં પહોંચી ચૂક્યો છે. મલિશિયામાં પણ કોરોના વાયરસના કારણે પહેલુ મોત થયુ છે.

|
Google Oneindia Gujarati News

આખી દુનિયામાં જાનલેવા વાયરસ અત્યાર સુધી 137 દેશોમાં પહોંચી ચૂક્યો છે. મલિશિયામાં પણ કોરોના વાયરસના કારણે પહેલુ મોત થયુ છે. જ્યારે યુનાઈટેડ સ્ટેટ્સ તેમજ યુરોપીય દેશો, એશિયા અને મિડલ ઈસ્ટ દેશોએ શાળાઓ અને મનોરંજન સ્થળો બંધ કરી દીધા છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને કોરોના વાયરસ વૈશ્વિક મહામારી તરીકે વર્ણવી છે અને દેશોને અપીલ કરી છે કે તે પોતાના દેશના શંકાસ્પદ કોવિડ-19 કેસોની ચકાસણી કરે.

coronavirus

WHOના જણાવ્યા મુજબ દુનિયામાં આ વાયરસના કારણે 168,000 લોકો સંક્રમિત થયા છે જ્યારે 6,610 લોકોના મોત નીપજ્યા છે. જ્હોન હોપકીન્સ યુનિવર્સિટી દ્વારા એકઠા કરાયેલ ડેટા મુજબ લગભગ 80,000 લોકો આ સંક્રમણથી રિકવર થયા છે. વળી ભારતમાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 127 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં આનાથી ત્રણ મોત પણ થઈ ચૂક્યા છે. કોરોના વાયરસ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતના 15 રાજ્યોમાં કોરોનાનુ સંક્રમણ ફેલાઈ ચૂક્યુ છે. આ વાયરસની ચપેટમાં સવાસો લોકો આવી ચૂક્યા છે. આ વાયરસના કારણે ત્રણ મોત થઈ ચૂક્યા છે.

જે સ્તરે પર ભારતમાં કોરોના વાયરસ ફેલાયો છે તે સેકન્ડ સ્ટેજનો છે. ડૉક્ટરો અને મેડીકલ એક્સપર્ટ મુજબ ભારત પાસે આ વાયરસને રોકવા માટે 30 દિવસનો સમય છે. જો 30 દિવસની અંદર આનના સંક્રમણને રોકવામાં ન આવ્યુ તો આનુ આગલુ સ્ટેજ ભયાનક હશે. કોરોના વાયરસનુ ત્રીજુ સ્ટેજ ખૂબ જ ખતરનાક સ્ટેજ છે.

આ પણ વાંચોઃ કોરોના વાયરસના એ 3 દર્દી, જેને SMS, જયપુરના ડૉક્ટરોએ સંપૂર્ણપણે કર્યા સાજાઆ પણ વાંચોઃ કોરોના વાયરસના એ 3 દર્દી, જેને SMS, જયપુરના ડૉક્ટરોએ સંપૂર્ણપણે કર્યા સાજા

English summary
Malaysia records first death from coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X