‘અલ્લાહ’ માત્ર મુસ્લિમ શબ્દઃ કોર્ટ

map-malaysia
એક મલેશિયન કોર્ટે નિચલી અદાલતના નિર્ણયને બદલતા આદેશ આપ્યો છે કે, ગૈર મુસ્લિમ ભગવાનના સંદર્ભમાં અલ્લાહ શબ્દનો ઉપયોગ નહીં કરી શકે. મલેશિયાની નિચલી અદાલતે વર્ષ 2009માં આ અંગે નિર્ણય સંભળાવ્યો હતો. પુનર્વિચાર અદાલતે કહ્યું કે ગેર મુસલમાનોને આ શબ્દનો ઉપયોગ કરવા દેવામાં સમાજમાં ભ્રમ પેદા થશે.

ખ્રિસ્તીઓનો તર્ક છે કે, તેઓ આ શબ્દનો ઉપયોગ મલયમાં દશકાઓથી કરતા રહ્યાં છે અને આ આદેશથી તેમના અધિકારોનું હનન થયું છે. વર્ષ 2009માં આ અંગે નિર્ણય આવ્યા બાદ ધાર્મિક તણાવ ફેલાઇ ગયો હતો અને ચર્ચો તથા મસ્જિદોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ત્યારે થયું હતું જ્યારે સરકારે એક કેથોલિક સમાચાર પત્ર ધ હેરાલ્ડને કહ્યું હતું કે તે ખ્રિસ્તી ભગવાનને મલય ભાષામાં અલ્લાહ ના લખી શકે.

ત્યારે સમાચાર પત્રે તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો અને વર્ષ 2009માં અદાલતે તેમના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો. ત્યારબાદ સરકારે તેની વિરુદ્ધ અપીલ કરી. મુખ્ય ન્યાયાધિશ મોહમ્મદ અપાંદી અલીએ કહ્યું કે અલ્લાહ શબ્દનો ઉપયોગ ખ્રિશ્ચિયનનો અભિન્ન અંગ નથી. તેમણે વધુમાં કહ્યું કે, આ શબ્દનો ઉપયોગ કરવાથી સમુદાયમાં ભ્રમ ફેલાશે. આ અંગે ધ હેરાલ્ડના સંપાદક રેવરેંડ લોરેન્સ એંડ્ર્યુનું કહેવું છે કે, તેઓ હતાશ અને નિરાશ છે અને તેઓ આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરશે. તેમણે કહ્યું કે આ ધાર્મિક અલ્પસંખ્યકોની સ્વતંત્રતાને લઇને કાયદાના વિકાસની દિશામાં પાછળની તરફ લઇ જવાની વાત છે.

ધ હેરાલ્ડ સમાચાર પત્રના સમર્થકોનો તર્ક છે કે વર્ષ 1963માં મલેશિયાને સંઘીય રાષ્ટ્ર બનાવવામાં આવ્યું તે પહેલાથી મલય ભાષાની બાઇબલમાં ખ્રિસ્તીના ભગવાન માટે અલ્લાહ શબ્દનો ઉપયોગ થતો રહ્યો છે. જ્યારે અન્ય કેટલાક મુસ્લિમ સમુહોનું કહેવું છે કે, ખ્રિસ્તી લોકો અલ્લાહ શબ્દનો ઉપયોગ કરીને મુસ્લિમોનું ધર્મ પરિવર્તન કરી ખ્રિસ્તી બનાવવા માટે પ્રોત્સાહિત કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X