For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લંડનમાં શખ્શે ખુલ્લેઆમ સૈનિકનું સર કલમ કરતા ચકચાર!

|
Google Oneindia Gujarati News

killer london
લંડન, 23 મે : બ્રિટેનમાં શંકાસ્પદ આતંકી હુમલાથી ચકચાર મચી ગઇ છે. લંડનના વૂલવિચમાં બે શંકાસ્પદ વ્યક્તિઓએ સૈનિકનું છડેચોક ક્રૂરતાપૂર્વક સર કલમ કરી દીધું. આ ઘટનાના પગલે પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. બ્રિટેને પ્રધાનમંત્રી ડેવિડ કેમરૂને આને આતંકી હુમલો ગણાવ્યો છે.

લંડનના વૂલવિચ વિસ્તારમાં એક શખ્સે પોતાના એક સાથીની સાથે મળીને પહેલા તો બ્રિટિશ સૈનિકને પોતાની કારથી ટક્કર મારી અને ત્યારબાદ માર્ગ પર ખેંચી ગયા. કહેવાય છે કે બંને આરોપીઓએ ચાકૂ અને ચોપરથી સૈનિક પર તાબડતોબ હુમલા કર્યા. બંને આરોપીઓએ પહેલા તો સૈનિક પર જોરદાર ચાકૂઓથી હુમલો કર્યો અને તેને લોહીલુહાણ કર્યા બાદ તેનું શિરચ્છેદ કરી દીધું. આ બધું છડેચોક કેટલીક મીનીટો સુધી ચાલતુ રહ્યું.

આ ઘટનાની તુરંતબાદ ત્યાંથી પસાર થઇ રહેલા લોકોએ શખ્સને પોતાના કેમેરામાં કેદ કરી લીધો. જેમાં આરોપી આતંકીના હાથ ખૂનથી લથપથ દેખાઇ રહ્યા છે. તેના હાથમાં એક ચાકૂ અને એક ચોપર પણ હતું. કહેવાય છે કે હત્યા વખતે બંને આરોપી ઇસ્લામીક સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા હતા. બાદમાં આ બંને હુમલાખોરોએ પોલીસે ગોળી મારીને ઘાયલ કરી દીધા અને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

આની વચ્ચે ફ્રાંસના પ્રવાસે ગયેલા બ્રિટેનના પ્રધાનમંત્રી ડેવિડ કેમરુને કહ્યું કે તેઓ પોતાની યાત્રા રદ કરી રહ્યા છે. ડેવિડ કેમરૂને આ ઘટના બાદ કેબિનેટની તાત્કાલિક બેઠક બોલાવી છે. કહેવામાં આવે છે કે આ મામલા બાદ બ્રિટેનના બધા બેરકોની સુરક્ષા વધારાઇ દેવાઇ છે. સાથે સાથે તપાસ એજેન્સી આ હુમલાની પાછળનું વાસ્તવિક ઉદ્દેશ્ય જાણવામાં લાગી ગયી છે.

<center><iframe width="600" height="338" src="http://www.youtube.com/embed/Dtkp_nUumqM" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
In a suspected terror attack, a person believed to be British soldier was on Wednesday beheaded here by two men, who were shot and wounded by the police.&#13;
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X