તસ્કરે એવી જગ્યાએ છુપાડ્યું કોકિન કે પોલિસ પણ ચકરાઇ ગઇ
તસ્કરી કરવા માટે લોકો કેવી કેવી રીતો અપનાવે છે તેનું તાજું ઉદાહરણ હાલમાં જ જોવા મળ્યું. પોર્ટુગલના લિસ્બન એરપોર્ટ પર પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી જેને પોતાની અંડરવિયરમાં ડ્રગ સંતાડીને રાખ્યું હતું. આ વ્યક્તિ પાસે લગભગ 1 કિલો કોકેન પકડાયું.
પોર્ટુગલની પોલીસે લિસ્બન એરપોર્ટ પર વ્યક્તિની ધરપકડ કરી જેની પાસે 1 કિલો જેટલું કોકેન મળી આવ્યું હતું. પોર્ટુગલની જ્યુડિશિયલ કસ્ટડી પોલીસે જાણકારી આપતા જણાવ્યું કે આ વ્યક્તિ એ કોકેન પોતાની હિપ્સ પર ટેપથી બાંધ્યું હતું તેને એક કિલો કોકેન ને ભૂરા રંગની થેલીમાં ભર્યું અને ટેપથી પોતાની હિપ્સ પર બાંધી દીધું. આરોપને લાગ્યું કે આવું કરવાથી તે બચી જશે પરંતુ તેના વિચાર્યા મુજબ કઈ બની શક્યું નહીં.
પોલીસે બીજા પણ એક વ્યક્તિની ધરપકડ કરી છે જે આ વ્યક્તિ પાસેથી ડ્રગ લેવાનો હતો. બંનેની ઉમર 30 થી 40 વર્ષ સુધીની જણાવવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર એક કિલો ડ્રગ લગભગ 5000 ડોઝ બરાબર છે. હાલમાં આ બંને વ્યક્તિ પર પોર્ટુગલમાં તસ્કરીનો મામલો ચાલી રહ્યો છે.