For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના મંગળયાન મિશનને અમેરિકાનો સ્પેસ પાયોનિયર એવોર્ડ

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન, 14 જાન્યુઆરી : ભારતના મહત્વકાંક્ષી મંગળયાન - માર્સ ઓર્બિટર મિશનને પાર પાડનાર ઇસરોના વૈજ્ઞાનિકો આ વર્ષના યુએસએની નેશનલ સ્પેસ સોસાયટી દ્વારા આપવામાં આવતા સ્પેસ પાયોનિયર અવોર્ડ માટે પસંદગી પામ્યા છે.

અમેરિકા મૂળની નેશનલ સ્પેસ સોસાયટી દ્વારા સાયન્સ અને એન્જિનિયરિંગ કેટગરી અંતર્ગત સ્પેસ પાયોનિયર અવોર્ડ આપવામાં આવે છે. સોમવારે NSS દ્વારા વૉશિંગ્ટનથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે સાયન્સ અને એન્જિનિયરિંગ કેટેગરીનો સ્પેસ પાયોનિયર અવોર્ડ મિશન માર્સની ટીમ બદલ ઈસરોની ટીમે જીતી લીધો છે.

mangalyaan-mars-orbiter-mission-1

નોંધનીય છે કે 20થી 24 મે, 2015 દરમિયાન નેશનલ સ્પેસ સોસાયટી દ્વારા યોજનારી ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ કોન્ફરેન્સ દરમિયાન ઇસરોના પ્રતિનિધિઓને આ અવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે.

અમેરિકાની સ્પેસ સોસાયટીના મતે ભારતનું મંગળયાન બે બાબતોમાં ખાસ ઉપબ્ધિ ધરાવે છે. આ ભારતનું પ્રથમ સ્પેસક્રાફ્ટ છે, જ્યારે ભારતે પહેલા પ્રયાસમાં મંગળ પર પહોંચવાની સિદ્ધિ હાંસલ કરી લીધી છે.

નોંધનીય છે કે 5 નવેમ્બર, 2013ના રોજ ઇસરો દ્વારા લોન્ચ કરાયેલા ભારતના મિશન મંગળયાને 24 સપ્ટેમ્બર, 2014ના રોજ મંગળની કક્ષામાં પ્રવેશ કર્યો હતો.

English summary
Mangalyaan : National Space Society Of USA give Space Pioneer Award to ISRO for successful Mars Orbiter Mission.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X