For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વના 20 સૌથી શક્તિશાળી વ્યક્તિમાં સોનિયા-મનમોહનસિંહ

By Super
|
Google Oneindia Gujarati News

manmohan_sonia
ન્યુયોર્ક, 6 ડિસેમ્બરઃ ફોર્બ્સ પત્રિકાએ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને વિશ્વની સૌથી શક્તિશાળી હસ્તીઓની ટોચની 20 વ્યક્તિઓની યાદીમાં સમાવેશ કર્યો છે, જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા સતત બીજા વર્ષે પ્રથમ સ્થાને છે. ભારતના સૌથી ધનિક વ્યાપારી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણી અને મિત્તલ સમૂહના સીઇઓ લક્ષ્મી મિત્તલનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

સોનિયા ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે એક ક્રમાંક નીચે આવી 12માં સ્થાને છે, જો કે તેચીનના ઉપપ્રધાનમંત્રી લી ક્વિંગ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ હોલાંદેથી આગળ છે. ફોર્બ્સે કહ્યું કે સોનિયાના હાથોમાં વસ્તીની દૃષ્ટિએ બીજો સૌથી મોટો અને અર્થવ્યવસ્થાની દૃષ્ટિએ સૌથી મોટા દેશની કમાન છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તેમના પુત્ર રાહુલ ભારતના સૌતી પ્રસિદ્ધ રાજકીય વંશની કમાન હાથમાં લેવાની તૈયારીમાં છે.

આ યાદીમાં 20માં સ્થાન પર આવેલા સિંહ ઓક્સફોર્ડ અને કેમ્બ્રિઝમાં અભ્યાસ કરનાર અર્થશાસ્ત્રી છે અને તે ભારતના આર્થિક સુધારાઓના રચનાકાર છે. સિંહ ગયા વર્ષે 19મા ક્રમાંકે હતા. ફોર્બ્સે કહ્યું કે સિંહે શાંત બુદ્ધિવાદને સતત નબળા અને સંકોચશીલ તરીકે જોવામાં આવ્યું છે.

અંબાણી આ યાદીમાં 37માં સ્થાન પર છે, ફોર્બ્સે કહ્યું કે અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મોટી કંપની છે, આ યાદીમાં 47માં સ્થાન પર છે મિત્તલ. તેમની પાસે 16 અરબ ડોલરની સંપત્તિ છે. ગયા વર્ષે તેમણે 2012 ટાર્ચ રિલેમાં ઓલિમ્પિક મશાલ પણ પકડી હતી.

English summary
Prime Minister Manmohan Singh and Congress President Sonia Gandhi have been named among the top 20 most powerful persons in the world by Forbes magazine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X