For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ફેસબુક પર મિત્રો વિશે ઘણું બધુ જાણી શકાશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 16 જાન્યુઆરી: સોશિયલ મીડિયા વેબસાઇટ ફેસબુકે પોતાના ગ્રાહકોની સુવિધા માટે એક ખાસ પ્રકારના ટૂલ 'ગ્રાફ સર્ચ' રજૂ કર્યું છે. જેના માધ્યમથી ખાસ વ્યક્તિ, સ્થળ, ફોટો અને રૂચિની વસ્તુઓ શોધવી સરળ બની જશે. ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગે કહ્યું હતું કે તમે સૈદ્ધાંતિક રૂપથી ફેસબુક પાસેથી તે જાણકારી માંગી શકશો કે સાન ફ્રાન્સિકોમાં તમારા મિત્ર કોણ છે અને તેમાં 'ગ્રાફ સર્ચ' તમારી મદદ કરશે.

mark-zuckerberg

આ ટૂલના માધ્યમથી ફોટો શોધી શકાશે જે ફેસબુક માટે બિલકુલ નવી વસ્તુ છે. ફેસબુકના એન્જીનિયરિંગ વિભાગના નિર્દેશક લાર્સ રૈસમુસેને કહ્યું હતું કે ફોટો લોકોની જિજ્ઞાસા, તેને કેટલી વાર પસંદ કરવામાં આવ્યો છે અથવા તેના પર કેટલી ટિપ્પણી આવી છે તેના આધારે જોવા મળશે. ઉદાહરણ તરીકે તમે પેરિસમાં પાડેલા તમારા મિત્રના ફોટાને જોઇ શકશો અને તેને કયા બગીચામાં પાડવામાં આવ્યો છે પાડવામાં આવ્યો હતો તે પણ જાણી શકાશે. ફેસબુકનો ઉપયોગ કરનારા તે પણ જાણી શકશે કે તેમના મિત્રએ કયા રેસ્ટરેન્ટમાં ભોજન કર્યું હતું.

English summary
Facebook Inc CEO Mark Zuckerberg announced Facebook's new search feature on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X