• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મસૂદ અઝહર પર બેન માટે ટ્રંપના એક્શન મોડમાં આવવાના કારણો

By Shachi
|

જૈશ-એ-મોહમ્મદ ચીફ મૌલાના મસૂદ અઝહર તેની પર મુકાયેલા બેનને કારણે ફરીથી સમાચારમાં છે. મંગળવારે ખબર આવી હતી કે, અમેરિકા, મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવા માટે યૂનાઇટેડ નેશન્સ (યૂએન) પહોંચી ગયું છે. અમેરિકાના મસૂદ અઝહરને બેન કરવાના પ્રસ્તાવને ફ્રાન્સ ફોર યૂનાઇટેડ કિંગ્ડમનું પણ સમર્થન મળ્યું છે. જો કે, ચીને ફરીથી એકવાર પોતાનો ટેક્નિકલ હોલ્ડ લગાવી દીધો છે, આથી 6 માસ સુધી હવે કંઇ થઇ શકે એમ નથી.

સંસદ અને પઠાણકોટમાં આતંકી હુમલાનો દોષી

સંસદ અને પઠાણકોટમાં આતંકી હુમલાનો દોષી

વર્ષ 2001માં સંસદ પર થયેલા આતંકી હુમલા સિવાય પઠાણકોટ આતંકી હુમલાને અંજામ આપનાર જૈશ-એ-મોહમ્મદ એક આતંકવાદી સંગઠન છે. ભારત સિવાય અમેરિકા, ઑસ્ટ્રેલિયા, કેનેડા, સંયુક્ત અરબ અમીરાત (યૂએઇ), યૂનાઇટેડ કિંગ્ડમ અને યૂએન એ પણ તેને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. રસપ્રદ વાત એ છે કે, જે જૈશને આટલા દેશોએ આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે, તે સંગઠનના ચીફને હજુ સુધી ગ્લોબલ ટેરરિસ્ટનું સ્ટેટસ આપવામાં નથી આવ્યું. આવામાં જ્યારે અમેરિકા તરફથી આ પગલું ભરવામાં આવ્યું છે ત્યારે ભારતને પણ આશા જાગી છે. પરંતુ સવાલ એ છે કે અમેરિકાએ મસૂદ અઝહર પર પ્રતિબંધ મુકવા માટે આટલું કટિબદ્ધ કેમ છે. ઉલ્લેખનીય છે કે, મસૂદ અઝહર અલ કાયદાની પણ ખૂબ નજીક છે.

ચીન પર દબાણ કરવાનો પ્રયત્ન

ચીન પર દબાણ કરવાનો પ્રયત્ન

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રંપનું પ્રશાસન હવે આ મુદ્દે યૂએનમાં આગળ વધશે. રાષ્ટ્રપતિ ટ્રંપ પહેલેથી જ ચીનને લઇને પોતાની આક્રમક નીતિ તરફ ઇશારો કરી ચૂક્યા છે. મસૂદ અઝહર પર પ્રતિબંધ મુકવાનું પગલું લઇને તેમણે અને તેમના પ્રશાસને સાફ કરી દીધું છે કે, ચીન સામે અમેરિકાનો રવૈયો ક્યારેય નબળો નહીં પડે.

પાકિસ્તાન પર કાર્યવાહીનો સંકેત

પાકિસ્તાન પર કાર્યવાહીનો સંકેત

મંગળવારે મસૂદ અઝહર પર પ્રતિબંધના પ્રસ્તાવની જાણકારી ત્યારે આવી જ્યારે અમેરિકાના 10 થિંક ટેંક્સ એ એક રિપોર્ટ રાષ્ટ્રપતિ ટ્રંપની ઓફિસે મોકલ્યો. આ રિપોર્ટમાં રાષ્ટ્રપતિ ટ્રંપને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ આંતકવાદનું સમર્થન કરતા પાકિસ્તાન પર કડક કાર્યવાહી કરે અને તેની પર આર્થિક દંડ ફટકારે. રાષ્ટ્રપતિ ટ્રંપ પોતે પણ આતંકવાદ અંગેની પાકિસ્તાનની નીતિની આલોચના કરી ચૂક્યાં છે. જે સમયે અમેરિકન કમાન્ડોએ ઓસામા બિન લાદેનને ઠાર કર્યો હતો ત્યારે ટ્રંપે આકરા શબ્દોમાં પાકિસ્તાનની આલોચના કરી હતી. એવામાં સાફ છે કે, ટ્રંપ આવનાર કેટલા દિવસોમાં પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લેશે.

આતંકવાદ અંગે નીતિ

આતંકવાદ અંગે નીતિ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાફ કરવા માંગે છે કે, આતંકવાદ અંગે અમેરિકાન નીતિમાં કોઇ પરિવર્તન આવ્યું નથી. અમેરિકા આજે પણ નિષ્પક્ષ રીતે એ લોકોની સાથે ઊભું છે, જેઓ આતંકવાદ કે ખોટી નીતિઓનો સામનો કરી રહ્યાં છે.

દક્ષિણ એશિયા પર પકડ બનાવવી જરૂરી

દક્ષિણ એશિયા પર પકડ બનાવવી જરૂરી

અમેરિકા માટે આવનારા સમયમાં દક્ષિય એશિયમાં પોતાની પકડ મજબૂત બનાવવી ખૂબ જરૂરી છે. ભલે રાષ્ટ્રપતિ ટ્રંપ, રશિયા અને રાષ્ટ્રપતિ બ્લાદીમિર પુતિનના વખાણ કરી ચૂક્યાં હોય, પરંતુ તેઓ એ પણ જાણે છે કે રશિયા આ સમયે કોઇ ને કોઇ કારણે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ચીનની સાથે છે. ભારત સાથે રશિયાના સારા સંબંધો અને સિક્યોરિટી કાઉન્સિલમાં કાયમી સભ્ય હોવા છતાં પણ રશિયાએ મસૂદ અઝહરના મામલે કોઇ એવો ઇશારો નથી આપ્યો જેનાથી લાગે તે ભારત સાથે છે. એવામાં અમેરિકા પાસે આ સારી તક છે, જ્યારે તે ભારતને વિશ્વાસમાં લઇ દક્ષિણ એશિયા પર પોતાની રાજાશાહી કાયમ રાખી શકે.

ઇસ્લામિક આતંકવાદ વિરુદ્ધ લડાઇ

ઇસ્લામિક આતંકવાદ વિરુદ્ધ લડાઇ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પોતાના ચૂંટણી અભિયાનથી માંડીને શપથ ગ્રહણ સુધીમાં એક વાત પુર જોષમાં કહેતા રહ્યાં છે કે, તેઓ દરેક હાલમાં ઇસ્લામિક આતંકવાદને ખતમ કરીને રહેશે અને તેનું સમર્થન કરતા દેશો વિરુદ્ધ સખત પગલાં લેશે. જૈશના મહત્વના વ્યક્તિ પર જો બેન લાગે તો એ સાચા અર્થમાં ટ્રંપ અને તેમના કાયદાકીય પ્રશાસનની જીત ગણાશે.

યમન, અલ-કાયદા અને સોમાલિયાનું કનેક્શન

યમન, અલ-કાયદા અને સોમાલિયાનું કનેક્શન

યમન, અલ-કાયદા અને સોમાલિયા, આ ત્રણેયને અમેરિકા આતંકવાદનું ગઢ માને છે. સોમાલિયા અને યમનને હાલમાં જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે સાત પ્રતિબંધિત દેશોની યાદીમાં નાંખ્યુ છે. મસૂદ અઝહરે વર્ષ 1993માં કબૂલ કર્યું હતું કે, તે અલ-ઇતિહાદ-અલ-ઇસ્લામિયા ના નેતાને મળવા માટે નૈરોબી, કેન્યા ગયો હતો. આ સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલું છે.

અહીં વાંચો

અહીં વાંચો

જાણો કેમ ચીન, રશિયાને છોડી ટ્રંપે PM મોદી જોડે કરી પહેલા વાત

English summary
Masood Azhar's Jaish-e-Mohammad is a designated terrorist group by Australia, Canada, India, UAE, UK, US and UN. Interestingly Masood Azhar is still not a global terrorist.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more