પાકિસ્તાનના પંજાબમાં દરગાહના સંરક્ષકે 20 લોકોને ઠાર માર્યા

Written By:
Subscribe to Oneindia News

પાકિસ્તાન ના પંજાબ ની એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે. અહીં એક દરગાહ ના સંરક્ષકે એક પરિવારના 6 સભ્યો સહિત ઓછામાં ઓછા 20 લોકોની હત્યા કરી હોવાનું કહેવાય છે. આ સંરક્ષક માનસિક રીતે અસ્થિર હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના શનિવારે રાત્રે સરગોઢા શહેરમાં ઘટી હતી.

pakistan

શનિવારે રાત્રે સરગોઢી શહેરની અલી અહમદ ગુજ્જર દરગાહના સંરક્ષક અબ્દુલ વહીદે અનુયાયિઓને ચપ્પુ તથા ડંડા વડે ઢોર માર મારી મૃત્યુને ઘાટ ઉતાર્યા હતા. આ ઘટનામાં 20 લોકોના મૃત્યુ સિવાય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે. કેહવાઇ રહ્યું છે કે, હત્યારાએ આ નરસંહાર આચર્યો તે પહેલાં તેને બેહોશીની દવા આપવામાં આવી હતી.

અહીં વાંચો - શાંતિના દૂતને આતંકી સંગઠન ઉલ્ફાની ધમકી

માનસિક રીતે અસ્વસ્થ

ઉલ્લેખનીય છે કે, આ હત્યારો અબ્દુલ વહીદ માનસિક રીતે અસ્વસ્થ છે. મૃતકો પંજાબના અલગ-અલગ વિસ્તારના રહેવાસી હતા. પોલીસે વહીદ તથા તેના 5 સહયોગીઓની ધરપકડ કરી છે. કહેવાઇ રહ્યું છે કે, આરોપીઓએ લોકોને નિર્વસ્ત્ર કર્યા બાદ તેમની હત્યા કરી હતી. આ ઘટના પાછળનું કારણ હજુ જાણી નથી શકાયું. પંજાબના મુખ્યમંત્રી શાહબાજ શરીફે ઘટનાની તપાસની રિપોર્ટ માંગી છે.

English summary
Mentally ill custodian of Dargah killed 20 people in Pakistan.
Please Wait while comments are loading...