Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દરિયામાં પાંગર્યો પ્રેમ, જલપરીને મળ્યો સમુદ્રકુમાર

મોટાભાગના લોકો કોઇ ખાસ સાથે કામના સ્થાને જ ડેટિંગ કરતા હોય છે, પરંતુ એવા કેટલા લોકો છે કે જેમને તેમના જીવનમાં પ્રેમ એ સમયે મળે જ્યારે તેમણે પાણીની અંદર 60 પાઉન્ડ માછલીની પૂંછડી પહેરી હોય? આ વાંચીને કદાચ અજુગતુ લાગતું હશે, પરંતુ વિશ્વમાં મેર્મેડ તરીકે જાણીતી એક જલપરીને તેના રુદિયાનો રાજા એટલે કે સમુદ્રકુમાર મળી ગયો છે. એ પણ તેની જેમ જ પાણીમાં વિહરતો મર્મેન છે.

મેલિસા ડ્વોન કે જે ફ્લોરિડાની પ્રોફેશનલ મેરિમેઇડ છે તેણે કહ્યું છે કે તેને સાચો પ્રેમ મળી ગયો છે. મેલિસા ડ્વોન મેરિમેઇડ મેલિસા તરીકે જાણીતી છે, કારણ કે તે માછલીની પૂંછ પહેરીના પાણીની અંદર પાંચ મીનિટ સુધી પોતાને રાખી શકે છે. જે રીતે તેને પાણીમાં રહેવું પસંદ છે, તેવી જ રીતે તેને એ મર્મેન મળી ગયો છે, જેને પણ પાણીની અંદર રહેવું પસદ પડે છે.

એન્ટોનિયો પાડિલા પણ મેલિસાની જેમ એક મર્મેન એટલે કે સમુદ્રકુમાર, જલપુરુષ છે. તેને દરિયામા પાણીની અંદર વિહરવામાં આનંદ આવે છે અને તે માછલીઓ સાથે મસ્તી પણ કરે છે. તે મેર્મેડની જેમ પગમા માછલીની પૂંછ પહેરીને દરિયામાં વિહરે છે. તો ચાલો તસવીરો માધ્યમથી જાણીએ તેમને પ્રેમ અંગે.

સમુદ્રમાનવીનો ડ્રેસ પહેરીને જીવીને જિંદગી

સમુદ્રમાનવીનો ડ્રેસ પહેરીને જીવીને જિંદગી

સામાન્ય રીતે મેર્મેડ અને મેર્મેન એ એક કાલ્પનિક પાત્ર છે અને તે પૌરાણિક કથાઓ સાથે જોડાયેલું છે પરંતુ બે લોકો ખરા અર્થમાં આ સમુદ્રમાનવીનું જીવન જીવી રહ્યાં છે

મેર્મેડને મળ્યો તેનો પ્રેમ

મેર્મેડને મળ્યો તેનો પ્રેમ

મેલિસા ડ્વોન કે જે મેર્મેડ મેલિસા તરીકે જાણીતી છે, તેણે તેનો પ્રેમ શોધી લીધો છે, ગત વર્ષથી તે એક પ્રોફેશનલ મેર્મેન આન્ટોનિઓ પાડિલાના પ્રેમમાં છે.

 2009માં થઇ હતી મુલાકાત

2009માં થઇ હતી મુલાકાત

2009માં ઓર્લેન્ડોના દરિયામાં આ બન્નેની મુલાકાત થઇ હતી અને ત્યારથી બન્ને મિત્રો બન્યા હતા.

 મિત્રતા પ્રેમમાં પરિણમી

મિત્રતા પ્રેમમાં પરિણમી

મિત્રતાથી થોડેક આગળ વધીને તેઓ પ્રેમના તાતણે બંધાયા હતા. ડ્વોનને માલુમ પડ્યું કે તે પાડિલા તરફ આકર્ષાઇ રહી છે.

 મેલિસાથી ઘણો અલગ છે તેનો સમુદ્રકુમાર

મેલિસાથી ઘણો અલગ છે તેનો સમુદ્રકુમાર

મેલિસા ડ્વોને કહ્યું કે તે એક વ્યવસાયી સ્વભાવ ધરાવે છે પરંતુ પાડિલા એક એવી વ્યક્તિ છેકે જેણે તેને વ્યવસાયથી અલગ વિચારતા શીખવ્યું છે.

પાડિલા એક પરફેક્ટ મેર્મેન

પાડિલા એક પરફેક્ટ મેર્મેન

ડ્વોને કહ્યું છે કે પાડિલા એક પરફેક્ટ ઇમ્બૉડિમન્ટ મેર્મેન છે, પરંતુ હજુ પણ મેર્મેન પાડિલા તેના ચાહકો તરફથી આવતા પ્રતિભાવોથી આશ્ચર્ય પામે છે.

ડ્વોનની નજીક જતા ડરતો

ડ્વોનની નજીક જતા ડરતો

પાડિલાએ કહ્યું કે હું પહેલાથી વિચારતો હતો કે ડ્વોન સુંદર છે, પરંતુ મારી અંદર રહેલા સંકોચના કારણે હું તેની નજીક જતા ડરતો હતો.

પ્રેમનો અંત ના એવી તેવ દુઆ

પ્રેમનો અંત ના એવી તેવ દુઆ

પાડિલાએ કહ્યું કે ડ્વોન મારી ખાસ મિત્ર છે અને હું દુઆ કરુ છું અમારા પ્રેમનો ક્યારેય અંત ના આવે.

 તેઓ સાચા સમુદ્રીમાનવો જેવા છે

તેઓ સાચા સમુદ્રીમાનવો જેવા છે

કેટલાક લોકો એવો વિશ્વાસ ધરાવે છેકે તેઓ ખરેખર સાચા સમુદ્રીમાનવો છે, ડ્વોનને ઘણા લોકો જલપરી તરીકે જ જુએ છે. પાડિલાએ કહ્યું છે કે તે પણ એક સામાન્ય માનવી જેવો છે અને તે ટીવી જોવા બેસે ત્યારે ફિશ શૂટ પહેરતો નથી.


More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X