For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એસિડ એટેકની શિકાર લક્ષ્મીની નવી ઉડાન, અમેરિકાએ કર્યું સન્માન

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 5 માર્ચ: ભારતની બહાદુર દીકરી લક્ષ્મીએ એસિડ હુમલાની ખતરનાક દુર્ઘટના બાદ ખુદને બહાદુરીથી સંભાળી અને લોકો માટે એક મિશાલ બની ગઇ. હવે આ જ મિશાલને અમેરિકાએ પણ સન્માનિત કરી છે. એસિડ હુમલાની પીડિતા અને આવા હુમલા વિરુધ્ધ આંદોલનનું નેતૃત્વ કરનાર લક્ષ્મીને અમેરિકાની પ્રતિષ્ઠિત 'ઇન્ટરનેશનલ વૂમેન ઓફ કરેજ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવી છે.

અમેરિકાની પ્રથમ મહિલા મિશેલ ઓબામાએ આ પુરસ્કાર માટે દુનિયાભરમાંથી પસંદ કરવામાં આવેલી દસ મહિલાઓને સન્માનિત કરવામાં આવી અને જણાવ્યું કે વિજેતાઓ દુનિયાભરની મહિલાઓ માટે પ્રેરણા સમાન છે.

આ સન્માન સમારંભમાં મિશેલ ઓબામાએ આ બહાદુર મહિલાઓના સાહસને સલામ કરતા જણાવ્યું કે જ્યારે આપણે પરિવર્તન માટે આ મહિલાઓને પોતાનો અવાજ ઉઠાવતા, પોતાના પગલા આગળ વધારતા, અન્યોને પણ સશક્ત કરતા જોઇએ છીએ તો આપણે એ અહેસાસ કરવાની જરૂર છે કે અમારામાંથી દરેકની પાસે એજ તાકાત અને એ જ જવાબદારી છે. ભારત તરફથી સ્ટોફ એસિડ એટેક અભિયાન ચલાવી રહેલી લક્ષ્મી જે પોતે પણ આ હુમલાથી પીડિત છે, આ સમારંભમાં હાજર છે. તેમણે પોતાની એક કવિતા વાંચીને સંભળાવી.

lakshmi
અત્રે નોંધનીય છે કે લક્ષ્મી જ્યારે 16 વર્ષની હતી ત્યારે તેના ભાઇના એક મિત્રએ તેના ચહેરા પર એસિડ ફેંકીને તેનો ચહેરો ખરાબ કરી દીધો હતો. ઘટના સમયે તે નવી દિલ્હીના વ્યસ્ત ખાન માર્કેટમાં બસ સ્ટોપ પર બસની રાહ જોઇ રહી હતી. ખાસ વાત એ છે કે ગયા વર્ષે આ પુરસ્કાર 16 ડિસેમ્બર 2012માં દિલ્હીની ચાલતી બસમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી નિર્ભયાને આપવામાં આવ્યો હતો.

Did You Know: એસિડ એટેકની શિકાર લક્ષ્મી મોટી થઇને એક સફળ સિંગર બનવા ઇચ્છતી હતી. પરંતુ તેનું આ સ્વપ્ન પુરું થઇ શક્યું નહીં. હાલમાં તે એક ટીવી શો માટે કામ કરી રહી છે અને સ્ટોપ એસિડ એટેક નામનો અભિયાન ચલાવી રહી છે.

English summary
US First Lady Michelle Obama honors 2014 International Women of Courage Awardee Laxmi, a Campaigner for Stop Acid Attacks in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X