છોકરીઓ માટે કોમ્પ્યુટર પણ હેક કરતા હતા બિલ ગેટ્સ
સોફ્ટવેર જગતની દિગ્ગજ કંપની માઇક્રોસોફ્ટના જનક બિલ ગેટ્સ એક સમયે છોકરીઓ માટે કોમ્પ્યુટર પણ હેક કરતા હતા. બિલ ગેટ્સે એક ઇંટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો છે. આ ઇંટરવ્યૂમાં બિલ ગેટ્સે એવી એવી વાતો કહી છે જેના વિશે લોકોને બહુ જ ઓછી ખબર છે ક્યાં તો પછી કઈ જ ખબર નથી.
બિલ ગેટ્સે આ વાતનો ખુલાસો BBC ના એક ઇંટરવ્યૂમાં કર્યો જયારે તેઓ લંડનમાં હતા. બિલ ગેટ્સે કહ્યું કે તેમના એક દોસ્ત પોલ જે માઇક્રોસોફ્ટ કંપનીના જનકમાં ના એક હતા. બંને સ્કૂલમાં અભ્યાસ સાથે સાથે મસ્તી પણ કરતા હતા. પરંતુ બંનેને કોમ્પ્યુટરનો ખુબ જ શોખ હતો.

બંનેને કોમ્પ્યુટર હેક કરવાનો ચસ્કો લાગી ગયો હતો અને બંનેએ નક્કી કર્યું હતું કે બિલને છોકરીઓ સાથે મળવા માટે તેઓ કોમ્પ્યુટર હેક કરશે અને તેના માટે તેઓએ એવી ક્લાસમાં જગ્યા લિધી જ્યાં બધી જ છોકરીઓ હતી.
બિલ ગેટ્સે ઇંટરવ્યૂમાં એ પણ કહ્યું કે તેઓ પોતાના કામમાં એટલા ખોવાઈ ગયા હતા કે એક સમય એવો પણ આવી ગયો કે તેમને બધાના કાર નંબર પણ યાદ રહેવા લાગ્યા હતા. તેઓ ગાડીનો નંબર જોઈને કહી શકતા હતા કે આ કાર કોની છે. જયારે બિલના મેલિંડા સાથે લગ્ન થયા ત્યારે તેમને પોતાની બધી આદત સુધારી દીધી.












Click it and Unblock the Notifications
