For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાઇલોટની ભૂલ ને ખેલાયો જીવ સટોસટનો ખેલ, જુઓ વીડિયો

|
Google Oneindia Gujarati News

plane
લંડન, 27 ડિસેમ્બરઃ વિશ્વમાં અનેક સ્થળોએ મોતેન હાથતાળી આપનારાઓના કિસ્સાઓ આપણી સમક્ષ આવતા રહે છે. ક્યાંક તેઓ સામેથી મોતના મુખમાં જઇ ત્યાંથી સુરક્ષીત પરત ફરવાના દાવા કરતા જોવા મળે છે તો ક્યાંક અચાનક તેમની સામે એવી ભયાનક ઘટના ઘટે છે અને તેમાંથી તેઓ સુરક્ષીત બહાર આવે છે. આવી જ એક ઘટના સેન્ટ્રલ જર્મનીમાં બનવા પામી છે. જ્યાં લોકોને જરા પણ આશંકા નહોતી કે અમુક ક્ષણો બાદ જીવ સટોસટનો ખેલ તેમની સાથે ખેલાશે.

સેન્ટ્રલ જર્મનીના સાક્સોની-એન્હાલ્ટના બાલેન્સ્ટાડેટ એરફિલ્ડ ખાતે ટ્રાન્સલ સી-160 મિલેટ્રી પ્લેનના ફાઇનલ લેન્ડિંગને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તમામ લોકો લેન્ડિંગ કરી રહેલા પ્લેનના ફોટો અને વીડિયો લેવામાં રચ્યા-પચ્યા હતા અને ઉત્સૂક હતા ત્યાં જ મિલેટ્રી પ્લેનના પાઇલોટ દ્વારા એવી ભૂલ થઇ ગઇ કે ત્યાં ઉભેલા તમામ લોકોના જીવ અદ્ધર થઇ ગયા હતા. પાઇલોટે રનવે પહેલા જ પ્લેનને નીચે ઉતારી દીધું હતું અને ત્યાથી પસાર થયું જ્યાં બધા ઉભા હતા. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી પરંતુ તસવીરમાં દર્શાવેલા લોકો મોતથી એક ઇંચ દૂર રહી ગયા હતા.

માહિતી અનુસાર મિલેટ્રી પ્લેન રનવે માટે આવી રહ્યું હતું અને તેને જોવા માટે લોકોનો જમાવડો થયો હતો. કેટલાક સાહસીકો પ્લેન જે રન વે પર આવવાનું હતું, તેનાથી અમુક ગાળાના અંતરે જ તેઓ ઉભા રહીને પ્લેનની તસવીરો અને વીડિયો નજીકથી ઉતારવા લાગ્યા હતા, પરંતુ એ જ સમયે પ્લેનના પાઇલોટ દ્વારા એક ગલફત રહી ગઇ અને રન વેથી થોડુંક પહેલા પ્લેન ઉતારી દીધું હતું. પ્લેન એ સ્થળે ઉતર્યું જ્યાં લોકો ઉભા હતા જો કે, બાદમાં પાઇલોટે ફરીથી તેને ટ્રેક પર લાવી દીધું હતું, પરંતુ એ સમયે ચોક્કસ પણે ઉપસ્થિત તમામ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
<center><iframe width="600" height="338" src="http://www.youtube.com/embed/3gcIKdXNuPY" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Enthusiasts come within inches of death after military aircraft misses the runway.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X