ખીણમાં ખાબકી મિની બસ, નવ બાળકો સહિત 25 લોકોના મોત

ઉત્તર અફધાનિસ્તાનમાં ભયંકર રોડ અકસ્માત સર્જાયો છે. જ્યાં એક મિની બસ ખીણમાં પડી ગઇ હતી. આ અકસ્માતમાં 9 બાળકો સહિત 25 લોકોના મોત થયા છે. આ તમામ લોકો લગ્ન સમારોહમાં હાજરી આપીને ઘરે પરત જઇ રહ્યા હતા.

અફધાનિસ્તાન પોલીસ દ્વારા જણાવ્યા અનુસાર, અકસ્માત સર-એ-પુલ પ્રાંતના એક પહાડી વિસ્તારમાં થયો હતો, જ્યાં પ્રવાસીઓ લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. તેઓ સૈયદ જિલ્લાના એક ભાગથી બીજા ભાગમાં જતા હતા.

Afghanistan Minibus accident

સ્થાનિક પોલીસ કમાન્ડરના પ્રવક્તા દીન મોહમ્મદ નઝારીએ અકસ્માત માટે મિનીબસ ડ્રાઇવરને જવાબદાર ગણાવ્યો હતો. ડ્રાઇવરની બેદરકારીને કારણે બસ ઊંડી ખીણમાં પડી હતી. નાઝારીએ સ્પષ્ટતા કરી ન હતી કે, અકસ્માતમાં કોઈ બચી ગયું છે કેમ.

અત્રે નોંધનીય છે કે, અફઘાનિસ્તાનમાં ટ્રાફિક અકસ્માતો સામાન્ય છે. મુખ્યત્વે રસ્તાઓની ખરાબ હાલત અને હાઈવે પર ચાલકોની બેદરકારીને કારણે આ સ્થળે અવારનવાર અકસ્માતો થતા રહે છે.

બીજી તરફ તાલિબાનમાં સુરક્ષા વ્યવસ્થા હજૂ યથાવત છે. આગલા દિવસે બદખ્શાન પ્રાંતના તાલિબાનના કાર્યવાહક ડેપ્યુટી ગવર્નર મૌલવી નિસાર અહમદ અહમદી બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયા હતા. આ ઘટના પ્રાંતીય રાજધાની ફૈઝાબાદમાં બની હતી.

તાલિબાનના નેતૃત્વવાળા બદખ્શાનના માહિતી અને સંસ્કૃતિ વિભાગના વડા મૌજુદ્દીન અહમદીના જણાવ્યા અનુસાર, વિસ્ફોટકથી ભરેલા વાહને ફૈઝાબાદના મહાકમા પ્લાઝા ખાતે નાયબ ગવર્નરના કાફલાને નિશાન બનાવ્યું હતું. આ ઘટનામાં અન્ય એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે છ લોકો ઘાયલ થયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X