મીર હજાર ખોસો પાકિસ્તાનના કાર્યકારી પ્રધાનમંત્રી બન્યા

84 વર્ષીય ખોસો બલૂચિસ્તાન પ્રાંતના જાફરાબાદ જિલ્લામાં ગોઠ આજમ ખાન ખોસો સાથે સંબંધ ધરાવે છે, અને તે બલૂચિસ્તાન ઉચ્ચ ન્યાયાલય તથા સંઘીય શરિયા કોર્ટ, બંનેના મુખ્ય ન્યાયાધીશ પદ પર પોતાની સેવાઓ આપી ચૂક્યા છે.
પ્રધાનમંત્રી અને વિપક્ષના નેતા તથા સંસદીય સમિતિની છ દિવસની લાંબી ચર્ચા બાદ પણ કાર્યકારી પ્રધાનમંત્રી અંગેનો નિર્ણય કરી શકવામાં નિષ્ફળ રહ્યા બાદ મામલાને શુક્રવારની રાત્રે પાંચ સભ્યોના ચૂંટણીપંચે આ અંગેનો નિર્ણય કર્યો હતો.
બે દિવસના વિચાર વિમર્શ બાદ મુખ્ય ચૂંટણી અધિકારી ફકરૂદ્દીન જી ઇબ્રાહિમે આજે બપોર બાદ એલાન કર્યું હતું કે પંચે ખોસોને જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યો હતો. તેમણે જણાવ્યું કે આયોગના એક સભ્યએ આ નિર્ણય અંગે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.












Click it and Unblock the Notifications
