Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મેક્સિકોમાં હોટલનાં બાથરૂમમાં મળી આ બ્યુટી કવીનની લાશ

વર્ષ 2006 માં મિસ ઉરુગ્વે રહી અને 2008 માં મિસ વર્લ્ડ પેજન્ટ માટે તેના દેશ ઉરુગ્વેનું પ્રતિનિધિત્વ કરી ચુકેલી ફાતિમીહ ડેવિલા સોસાની શંકાસ્પદ પરિસ્થિઓમાં મૃત્યુ પામી.

વર્ષ 2006 માં મિસ ઉરુગ્વે રહી અને 2008 માં મિસ વર્લ્ડ પેજન્ટ માટે તેના દેશ ઉરુગ્વેનું પ્રતિનિધિત્વ કરી ચુકેલી ફાતિમીહ ડેવિલા સોસાની શંકાસ્પદ પરિસ્થિઓમાં મૃત્યુ પામી. ફાતિમીહની લાશ મેક્સિકો સિટીની એક હોટેલના બાથરૂમમાંથી મળી હતી. પોસ્ટ-મોર્ટમની રિપોર્ટમાં એવું જાણવા મળ્યું છે કે ફાતિમીહનું 2 મેના રોજ અવસાન થયું હતું. પોલીસ હવે એ જાણવાની કોશિશ કરી રહી છે કે તેનું મૃત્યુ એક સુનિયોજિત હત્યા છે કે પછી આત્મહત્યા છે. પોલીસને હોટેલ તરફથી એક ઇમર્જન્સી કૉલ દ્વારા તેની મૃત્યુની શરુઆતની માહિતી મળી હતી. પ્રારંભિક તપાસ અનુસાર જે વાત સામે આવી તે અનુસાર ફાતિમીહ હાલમાં એક મોડલ તરીકે કામ કરી રહી હતી અને કામના સિલસિલામાં મેક્સિકો આવી હતી.

નાની ઉંમરમાંથી જ કરી લીધી હતી મોડલિંગમાં એન્ટ્રી

નાની ઉંમરમાંથી જ કરી લીધી હતી મોડલિંગમાં એન્ટ્રી

તપાસમાં કાર્યવાહીના નિવેદનમાં, એવું કહેવામાં આવ્યું છે કે ફાતિમીહ 23 મી એપ્રિલના રોજ મેક્સિકો સિટી આવી હતી. આ પછી, તેમના એક સહકાર્યકરએ તેને નોકરી માટે હોટેલમાં જવા માટે મદદ કરી. જો કે, હોટેલનું નામ હજુ સુધી જાહેર કરાયું નથી. ફાતિમીહએ 2008 માં મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લઇ ચુકી છે. ફાતિમીહનો જન્મ ઉરુગ્વેના પુન્ટા ડેલ એસ્ટમાં થયો હતો. તેણીએ તેના મોડલીંગ કરિયરની શરૂઆત કિશોર અવસ્થાથી જ શરુ કરી દીધી હતી.

ફાતિમીહ ટીવી પર પણ સક્રિય હતી

ફાતિમીહ ટીવી પર પણ સક્રિય હતી

મોડેલિંગ સાથે સાથે ફાતિમીહ ટેલિવિઝન પર પણ સક્રિય હતી. તેમણે પ્રખ્યાત શો ‘El Triunfo del Amor,' or ‘The Triumph of Love' માં કામ કર્યું હતું. પોલીસે તેમના સોશિયલ મીડિયા પ્રોફાઈલની શોધ કરી છે જેમાં તેમને કંઈ પણ નકારાત્મક લાગ્યું નથી.

હત્યા છે કે આત્મહત્યા

હત્યા છે કે આત્મહત્યા

પોલીસ કહે છે કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મૃત્યુના કારણો જાણ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ક્ષણે, પોલીસ માને છે કે તે એક આત્મહત્યા છે. પોલીસ હોટેલના સીસીટીવી કેમેરાની ફોટેજ પણ જોઈ રહી છે જેથી તે જાણી શકાય કે મૃત્યુ અથવા હત્યા પહેલાં ફાતિમીહને કોણ મળવા આવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X