નરેન્દ્ર મોદી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે: ચીની અખબાર
બીઇજીંગ, 15 મે: લોકસભાની ચૂંટણી પહેલા અને બાદ પણ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને દેશના હવે પછીના વડાપ્રધાન તરીકે જ જોવામાં આવી રહ્યા છે. દેશની વિવિધ ન્યૂઝ ચેનલોએ પણ પોતાના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વમાં એનડીએને સ્પષ્ટ બહુમતી આપી છે. પરંતુ નરેન્દ્ર મોદીના પગરણથી પાડોશી દેશોની હવા ટાઇટ હોય તેવું જણાઇ રહ્યું છે.
એક ચીની અખબારે જણાવ્યું છે કે ચીનની સાથે આર્થિક સંબંધોમાં ફ્લેક્સીબલ રહેશે પરંતુ નવી સમસ્યાઓ પણ ઊભી કરી શકે છે. ગ્લોબલ ટાઇમ્સ અનુસાર, વિશ્લેષકોના મત છે કે ચીનને લઇને મોદી રાજનૈતિક વિવાદો પર કડક વલણ અખત્યાર કરશે, પરંતુ આર્થિક નીતિ પર ઉદાર વલણ અપનાવશે.

લેખમાં કહેવામાં આવ્યું છે કે અનુસંધાનકર્તા હુ જિયોંગનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીનું ચીન પ્રત્યે પહેલાથી જ કડક વલણ રહ્યું છે આ વાતમાં કોઇ શંકા નથી કે મોદી પાર્ટીના વિચારો પર જ કાયમ રહેશે. તેઓ બીઇજીંગ પ્રત્યે વલણ અપનાવી શકે છે અને ચીનની સાથે સોદાબાજીમાં સીમા વિવાદ, તિબ્બતનો સવાલ અને દલાઇ લામાનો ઉપયોગ કરી શકે છે.












Click it and Unblock the Notifications
