For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

''ફેસબુકે વધાર્યા ટેન્શનના દર્દીઓ''

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

facebook
લંડન, 28 નવેમ્બર: આજકાલ લોકોમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટનો નશો થઇ ગયો છે. જ્યાર સુધી તેઓ ફેસબુક અને ટ્વિટર પર કલાકો વિતાવે નહી ત્યાં સુધી તેમને ખાવાનું હજમ થતું નથી. પરંતુ તમને ખબર છે કે લોકોમાં વધતા જતા ટેન્શનનું કારણ સોશિયલ નેટવર્કિંગ સાઇટસ છે જે લોકોને મજા આપતાં-આપતાં ચિંતાનું કારણ બની ગઇ છે. લંડનના એક રિપોર્ટ અનુસાર જે લોકો પાસે ફેસબુક પર વધારે મિત્રો છે તે વધુ તણાવમાં રહે છે. તેમને માથાનો દુખાવો, ઉંઘ ન આવવી જેવી બિમારીઓ વધુ સતાવે છે.

રિપોર્ટમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે મોટાભાગે લોકો પોતાની લોકપ્રિયતાથી અભિભૂત થઇને વધુમાં વધુ લોકોને એડ કરે છે. અને જ્યારે મર્યાદા કરતાં વધી જાય છે ત્યારે તે લોકો અપમાનિત પણ વધુ થાય છે અને જે લોકોના ફેસબુક લિસ્ટમાં મિત્રો સિવાય પરિવારજનો રહે છે તે વધુ તણાવ અનુભવે છે. મોટાભાગે ત્યારે મુશ્કેલી ઉભી થાય છે કે જ્યારે મિત્રો વાંધાજનક ફોટા, અપશબ્દો, દારૂની જાહેરાતવાળા ફોટા પોસ્ટ કરે છે. એવા સમયે સંબંધો બનવાની જગ્યાએ બગડે છે.

આ રિપોર્ટમાં એક ખાસ વાત કરવામાં આવી છે કે આમાં તેવા લોકો વધારે હોય છે જેમના ફ્રેન્ડલિસ્ટમાં નવા મિત્રો સિવાય જૂના મિત્રો હોય છે જેમાં જૂના મિત્રો રાજ ખોલવાની સંભાવના વધુ રહે છે અને ભૂતકાળની અસર વર્તમાન પડે છે.

આ સિવાય માતા-પિતા ફ્રેન્ડલિસ્ટમાં એડ થાય ત્યારે બાળકોની સમસ્યા વધી જાય છે જેથી બાળકોને લાગે છે કે તેમની સ્વતંત્રતા પર નજર રાખવામાં આવી રહી છે જે ટેન્શનનું મુખ્ય કારણ છે. ફેસબુક પર લગભગ 300 લોકો પર કરવામાં આવેલા સર્વેક્ષણ બાદ આ રિપોર્ટ તૈયાર કરાયો છે. આ લોકોની ઉંમર લગભગ 21 વર્ષની હતી.

English summary
According to a new report More Facebook friends means more stress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X