For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirusનો અમેરિકામાં ખોફ, 24 કલાકમાં 100થી વધુ લોકોનાં મોત

Coronavirusનો અમેરિકામાં ખોફ, 24 કલાકમાં 100થી વધુ લોકોનાં મોત

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્કઃ કોરોનાવાઈરસનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. અમેરિકા પણ આ મહામારીની ભયંકર લપેટમાં આવી ગયું છે. વાત જો માત્ર પાછલા 24 કલાકની કરીએ તો આ વાઈરસે 100થી વધુ લોકોના જીવ લઈ લીધા છે.આની સાથે અમેરિકામાં કોરોનાવાઈરસથી મરનારાઓની સંખ્યા્ 389 થઈ ગઈ છે. જૉન હોપકિન્સ વિશ્વવિદ્યાલય તરફથી આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ રિપોર્ટ મુજબ અત્યાર સુધીમાં સૌથી વધુ ન્યૂયોર્ક (114), વૉશિંગ્ટન (94) અને કેલિફોર્નિયા (28) મોત થયાં છે.

Coronavirus

રિપોર્ટ્સ મુજબ અમેરિકામાં સૌથીમાં ઓછા 30 હજાર લોકો આ જીવલેણ વાયરસથી સંક્રમિત થયા છે. અમેરિકામાં કેંટકીના સાંસદ રૈંડ પૉલે કહ્યું કે તપાસમાં તેઓ કોરોનાવાઈરસથી સંક્રમિત જણાયા છે. રિપબ્લિક સાંસદ પૉલ કોરોનાવાઈરસથી સંક્રમિત થનાર અમેરિકી સીનેટના પહેલા સભ્ય છે. તેમણે રવિવારે ટ્વીટ કર્યું કે તેઓ સારું મહેસૂસ કરી રહ્યા છે અને સૌથી અલગ થઈ ચૂક્યા છે. વ્યવસાયે ચિકિત્સક પૉલે કહ્યું કે તેમનામાં કોરોનાના લક્ષણ જોવા નહોતા મળ્યા પરંતુ ઘણી યાત્રા કરી અને કાર્યક્રમોમાં સામેલ થવાને લઈ સાવધાનીવશ તેમનું પરીક્ષણ કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે તેઓ કોઈ સંક્રમિત વ્યક્તિના પ્રત્યક્ષ સંપર્કમાં આવ્યા હતા કે નહિ તેમને ખ્યાલ નથી.

ઈટલીમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે

કોરોનાવાઈરસના કારણે ઈટલીમાં મોતનો આંકડો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ઈટલીમાં કોરોનાવાઈરસના કારણે 651 નવા મોત થયાં છે આની સાથે જ ઈટલીમાં મૃતકોની સંખ્યા 5500 પર પહોંચી ગઈ છે. જ્યારે પાકિસ્તાનમાં સતત કોરોનાવાઈરસના મામલા વધી રહ્યા છે. પાકિસ્તાનમાં કોરોનાવાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા 645 પર પહોંચી ગઈ છે. જ્યારે કોરોનાવાઈરસના કારણે પાકિસ્તાનના કેટલાય શહેરોને લૉકડાઉન કરી લેવામાં આવ્યા છે.

Coronavirus: ગુજરાતમાં વધુ 3 કેસ પોજિટિવ, અમદાવાદમાં બે કેસ નોંધાયાCoronavirus: ગુજરાતમાં વધુ 3 કેસ પોજિટિવ, અમદાવાદમાં બે કેસ નોંધાયા

English summary
More than 100 Coronavirus deaths in the America in 24 hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X