ISIS શાસિત વિસ્તારમાં છે 31,000 મહિલાઓ ગર્ભવતી!
બ્રિટનની એક સંસ્થા દ્વારા એક નવો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જો આ રિપોર્ટ પર વિશ્વાસ કરો તો આઇએસઆઇએસ દુનિયા પર મોટી તબાહી મચાવી શકે છે. આ રિપોર્ટ મુજબ ઇરાક અને સિરીયાના જે વિસ્તારો પર હાલ આઇએસઆઇએસનું શાસન છે અને જે વિસ્તાર તેમના તાબા હેઠળ છે તેમાં 31,000થી પણ વધુ મહિલાઓ ગર્ભવતી છે.
એટલું જ નહીં આઇએસઆઇએસ ધણાં લાંબા સમયથી બાળકોનું પણ બ્રેનવોશ કરીને તેમને પણ આતંકી બનાવી રહી છે. લંડન સ્થિત ક્યૂલિયામ ફાઉન્ડેશન દ્વારા નવા ફાઇંડિગ્સ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કેટલાક ખતરનાક અને ચોંકવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. આ સંસ્થા કાઉન્ટર એક્સ્ટ્રીમિજ્સથી જોડાયેલી થિંક ટેંક છે. ત્યારે આ રિપોર્ટમાં આઇએસઆઇએસ અને તેની ક્રૂરતા વિષે કેવા કેવા ચોંકવનારા ખુલાસા કરવામાં આવ્યા છે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

50 બ્રિટિશ બાળકો બને છે જેહાદી
આ સંસ્થાએ પોતાની રિપોર્ટમાં કહ્યું કે લગભગ 50 બ્રિટિશ બાળકો સીરિયા અને ઇરાકના ચાઇલ્ડ સોલઝર્સના સમૂહનો ભાગ છે જેમને જેહાદી બનવાની ટ્રેનિંગ આપવામાં આવે છે.

નાજી ટેકનિક
આઇએસઆઇએસ નાજીઓની રણનીતિ અપનાવી રહી છે. તે હેઠળ તે કુમળી વળના બાળકોને નાની ઉંમરે જ બ્રોનવોશ કરીને તેને ખૂંખાર આતંકી બનાવી રહી છે. જેથી તેમની આવનારી પેઢી પણ આતંકી અને હત્યાર જ બને.

અલગ અલગ દેશ
આઇએસઆઇએસના અનેક પ્રપોગેંડા વીડિયોમાં લોકોને ચાઇલ્ડ સોલઝર્સ દેખાય છે. આ બાળકો અલગ અલગ દેશથી આવેલા છે. અને આ વીડિયોમાં તે કેદીઓના માથા કાપતા નજરે પડે છે. અને નફરતથી ભરેલા સંદેશા કહેતા પણ.

માથુ ધડથી અલગ કરી દેતા બાળકો
આઇએસઆઇએસના એક વીડિયામાં એક બાળક તેજ ચાકૂથી એક વ્યક્તિનું માથુ કાપતો નજરે પડી રહ્યો છે.

એક ઇશારે થાય છે ખૂન
આવા જ એક વીડિયોમાં એક જ ઇશારો મળતા આઇએસઆઇએસના અનેક બાળકો લોકોની હત્યા કરવા પણ તૈયાર થઇ જાય છે તેવું બતાવવામાં આવ્યું છે.

બાળકોની અલગ વિગ
યુનાઇટેડ નેંશનના રિપોર્ટ મુજબ આ સંગઠન પાસે બાળકોની એક અલગ વિંગ છે. આ વિંગમાં ખાલી બાળકો છે. જેનું નામ છે ફિતયાન અલ ઇસ્લામ કે બ્યોઝ ઓફ ઇસ્લામ.

હથિયારધારી બાળકો
આઇએસઆઇએસના પ્રપોગેંડા વીડિયોમાં અનેક સંદેશાઓને ધ્યાનથી સાંભળવામાં આવે તો તે સ્પષ્ટ થાય છે કે આઇએસઆઇએસ બાળકોને તેના સંગઠનમાં મોટા પ્રમાણમાં જોડવા ઉતાવળું છે.

બાળકો બની રહ્યા છે તેનું સુરક્ષા કવચ
તે બાળકોને તેમના સુરક્ષા કવચની જેમ ઉપયોગ કરી રહ્યા છે. આ બાળકો આઇએસઆઇએસના જાસૂસ, સૈનિક, સુસાઇડ બોમ્બર અને હત્યારા છે.

બળજબરીથી કુરાન ભણાવાય છે
આ બાળકોને બળજબરીપૂર્વક કુરાન ભણાવવામાં આવે છે. અને તેમાં લખેલી વાતોને યાદ રાખવાનું કહેવામાં આવે છે. સાથે જ તેમને હથિયારોની ટ્રેનિંગ પણ અપાય છે.

900 બાળકો કિડનેપ
ઇરાકમાં હાજર યુનાઇટેડ નેશન્સ મિશનનું કહેવું છે કે આઇએસઆઇએસ 900થી વધુ બાળકોને કિડનેપ કરી રહ્યું છે. અને તેમને આઇએસઆઇએસની શાળામાં ભણવા અને આતંકીઓની ટ્રેનિલ લેવા મોકલી રહ્યું છે.

રેપ કરતા શીખવાડે છે બાળકોને
આ સંસ્થાનું કહેવું છે કે આઇએસઆઇએસ યુવાન છોકરાઓને લોકોને ડરાવાનું અને ક્યારેક ક્યારે તો રેપ કરી લોોકને ટોર્ચર કરવાનું પણ શીખવાડી રહ્યું છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
