Morocco Earthquake: મોરક્કોમાં 6.8ની તીવ્રતનાનો ભૂકંપ, 93 લોકોના મોત
Morocco Earthquake: મોરોક્કોમાં શુક્રવારે રાત્રે 6.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ પ્રચંડ ભૂકંપના કારણે મોરોક્કોમાં તબાહી મચી ગઈ છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, મોરોક્કોમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 93 લોકોના મોત થયા છે અને ડઝનેક લોકો ઘાયલ થયા છે.
જોરદાર ભૂકંપના આંચકા બાદ લોકો ભયભીત થઈ ગયા અને ઘર છોડીને ભાગી ગયા. ભૂકંપના કારણે ઈમારતોને નુકસાન થયું હતું અને વીજળી ડૂલ થઈ હતી. યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે ભૂકંપ રાત્રે 11:11 વાગ્યે આવ્યો હતો.

યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે ભૂકંપની પ્રારંભિક તીવ્રતા 6.8 હતી અને તે સપાટીથી લગભગ 18 કિલોમીટર (11 માઇલ) નીચે આવ્યો હતો. તેનું કેન્દ્ર એટલાસ પર્વતોમાં ઓકાઈમેડેનના સ્કી રિસોર્ટની પશ્ચિમમાં લગભગ 56.3 કિલોમીટર (34.9 માઈલ) હતું.












Click it and Unblock the Notifications
