ISએ મોસ્કો કોન્સર્ટ હોલમાં કર્યો આતંકી હુમલો, 60 લોકોના મોત, અમેરિકાએ કહી આ વાત

Moscow Concert Hall Firing: પુતિનના ફરીવાર સત્તામાં આવ્યા બાદ પણ રશિયામાં શાંતિપૂર્ણ વાતાવરણ સ્થાપી શકાયું નથી. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાની રાજધાની મોસ્કોમાં મોટો આંતકી હુમલો થયો છે. આ હુમલામાં 60 લોકોના મોત થયા છે. જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. રશિયન મીડિયાના અહેવાલો અનુસાર, મોસ્કોની પાસે ક્રોકસ સિટી હોલમાં કોન્સર્ટ દરમિયાન આતંકવાદીઓએ લોકો પર ગોળીબાર કર્યો હતો.

આતંકવાદીઓએ હોલમાં વિસ્ફોટ કર્યા હતા, જેના કારણે ઘટના સ્થળે આગ પણ લાગી હતી. હુમલા બાદ સ્પેશિયલ પોલીસ ફોર્સે ચાર્જ સંભાળી લીધો છે. આ સાથે જ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી લીધી છે. આ અંગે ISએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રણથી ચાર બંદૂકધારીઓએ એક સાથે લોકો પર ગોળીબાર શરૂ કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 60 લોકો માર્યા ગયા હતા. પોલીસની ટીમો લોકોને બહાર કાઢવામાં અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં વ્યસ્ત છે.

Moscow Concert Hall Firing

ઇમરજન્સી સર્વિસ મંત્રાલયે જણાવ્યું હતું કે, ગોળીબાર પછી, લગભગ 100 લોકો થિયેટરના ભોંયરામાંથી ભાગવામાં સફળ થયા હતા, જ્યારે અન્ય છત પર છુપાઈ ગયા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રોક બેન્ડના તમામ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

રશિયન મીડિયાના અહેવાલો અનુસાર, હુમલાખોરોએ વિસ્ફોટકોનો પણ ઉપયોગ કર્યો હતો, જેના કારણે હોલમાં વિસ્ફોટ થયો હતો, અને ભીષણ આગ લાગી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બિલ્ડિંગમાંથી ભારે ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે.

આ સાથે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ક્રોકસ કોન્સર્ટ હોલમાં થયેલા ફાયરિંગમાં ઓછામાં ઓછા 60 લોકો માર્યા ગયા છે અને લગભગ 100 લોકો ઘાયલ થયા છે. રિપોર્ટ અનુસાર, આતંકીઓએ સેંકડો લોકોને બંધક પણ બનાવ્યા છે. જોકે, હજુ સુધી બંધકોની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી.

રશિયન વિદેશ મંત્રાલયે ગણાવ્યો આતંકવાદી હુમલો - રશિયાએ ફાયરિંગની ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવતા તેની નિંદા કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સમુદાયે આ ઘૃણાસ્પદ અપરાધની નિંદા કરવી જોઈએ. મોસ્કોના મેયરે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, હુમલા બાદ મોસ્કોમાં તમામ જાહેર કાર્યક્રમો રદ્દ કરી દેવામાં આવ્યા છે. રશિયન એજન્સીઓએ મોસ્કોમાં એરપોર્ટ અને રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારી દીધી છે.

આવા સમયે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને મોસ્કોમાં થયેલા આતંકવાદી હુમલાને ભયાનક ગણાવ્યો હતો. જોકે, તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ હુમલો યુક્રેન યુદ્ધ સાથે સંબંધિત હોવાના તાત્કાલિક કોઈ સંકેત મળ્યા નથી.

સુરક્ષા દળોના યુનિફોર્મમાં કોન્સર્ટ હોલમાં પ્રવેશ્યા હતા બંદૂકધારીઓ - અહેવાલો અનુસાર, સુરક્ષા દળોના યુનિફોર્મમાં ઓછામાં ઓછા ત્રણ બંદૂકધારી કોન્સર્ટ હોલમાં પ્રવેશ્યા અને અંદર રહેલા લોકો પર ગોળીબાર શરૂ કર્યો હતો. જેના કારણે અનેક લોકોના મોત થયા છે, અને અનેક લોકો ઘાયલ થયા છે. રશિયન સમાચાર એજન્સી તાસના અહેવાલ મુજબ હુમલા બાદ બિલ્ડિંગમાં વિસ્ફોટ થયો અને આગ લાગી હતી.

હુમલાની સંભાવનાને કારણે અમેરિકાએ જાહેર કરી એડવાઈઝરી - આતંકવાદી હુમલા પછી, મોસ્કો પ્રદેશના ગવર્નરે જણાવ્યું હતું કે, ક્રોકસ સિટી હોલ તરફ જઈ રહ્યા હતા. હુમલાખોરોનો સામનો કરવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી રહી છે.

રિપોર્ટ અનુસાર, મોસ્કોમાં યુએસ એમ્બેસીએ થોડા દિવસો પહેલા એક એડવાઈઝરી જાહેર કરી હતી, જેમાં અમેરિકન નાગરિકોને મોસ્કોમાં સામૂહિક મેળાવડા ટાળવા માટે કહેવામાં આવ્યું હતું. આ પછી રશિયામાં આ હુમલો થયો.

યુએસ એમ્બેસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દૂતાવાસ એવા અહેવાલોની તપાસ કરી રહ્યું છે કે, ઉગ્રવાદીઓ મોસ્કોમાં કોન્સર્ટ સહિત મોટા મેળાવડાને નિશાન બનાવવાની યોજના ધરાવે છે. યુએસ નાગરિકોને આગામી 48 કલાકમાં મોટા મેળાવડા ટાળવાની સલાહ આપવામાં આવે છે.

વ્હાઇટ હાઉસે કર્યો યુક્રેન ગોળીબારમાં સંડોવણીનો ઇન્કાર - મોસ્કોમાં થયેલા હુમલા અંગે વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા અધિકારી જ્હોન કિર્બીએ જણાવ્યું હતું કે, હાલમાં એવા કોઈ સંકેત નથી કે, ગોળીબારમાં યુક્રેન કે યુક્રેનિયનો સામેલ છે. અમે હુમલા પર નજર રાખી રહ્યા છીએ, પરંતુ હું આ સમયે યુક્રેન સાથેના કોઈપણ જોડાણ વિશે કોઈ માહિતી આપી શકાતી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X