For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોટર સિટી ડેટ્રોઇટ પોતાને દેવાળિયું જાહેર કરશે

|
Google Oneindia Gujarati News

detroit
ડેટ્રોઇટ, 19 જુલાઇ : વિશ્વભરમાં મોટર સિટી તરીકે જાણીતા અમેરિકાના શહેર ડેટ્રોઇટ દ્વારા જાતે જ પોતાને દેવાળિયું જાહેર કરવામાં આવશે. આ માટે તેણે જરૂરી કાર્યવાહી કરવા એક અરજી પણ કરી છે.

એક સમયે વાહનોની ફેક્ટરી તરીકે જાણીતા શહેરને પાછળથી 'મોટર સિટી'નું ઉપનામ મળ્યું હતું. આજે ડેટ્રોઇટ શહેર પર 18 અબજ ડૉલરનું દેવું છે. શહેર તરફથી નિયુક્ત કરવામાં આવેલા ઇમર્જન્સી મેનેજર કેવિન ઓર દ્વારા કોર્ટમાં દેવાળિયાપણા માટેની અરજી દાખલ કરવામાં આવી છે. એકવાર કોર્ટ આ અરજી મંજૂર કરશે ત્યાર બાદ નગર સત્તામંડળ પોતાની સંપત્તિઓનું વેચાણ કરીને દેવું ચૂકવી શકશે.

એક અન્ય કોર્ટમાં નગર સત્તામંડળ સામે કેસની સુનવણી થવાની છે. જેમાં અદાલતને દરખાસ્ત કરવામાં આવી છે કે નગર સત્તામંડળને દેવાળિયું જાહેર કરવાની મંજૂરી આપવામાં ના આવે. શહેરના મેયર ડેવ બિંગે જણાવ્યું કે નગરના લોકોએ નવી શરૂઆત કરવી પડશે. જો કે આ સમયગાળા નગર સત્તામંડળમાં કામ કરતા લોકોને નિયમિત રીતે પગાર મળતો રહેશે.

કેટલાક લોકોનું કહેવું છે કે આ પગલાની અસર શહેરના ધંધા રોજગાર પર પડશે. જો કે જાણીતી મોટર કંપની ફોર્ડે આ બાબતને નકારી છે. શહેર દેવાળિયું શા માટે બન્યું તેનું એક ચર્ચિત કારણ શહેરની જનસંખ્યાને ગણાવામાં આવી રહ્યું છે. માનવામાં આવે છે કે છેલ્લા કેટલાક વર્ષોથી શહેરની વસતીમાં સતત ઘટાડો થયો છે. જેના કારણે ટ્રાન્સપોર્ટેશન ઘટ્યું છે. આ કારણે શહેરની આવક ઘટી છે.

English summary
Motor City Detroit will declared itself Bankrupt city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X