For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુસ્લિમ બહુમતિવાળા ઇન્ડોનેશિયાએ અમેરિકાને આપી સરસ્વતીની પ્રતિમા

By Super
|
Google Oneindia Gujarati News

indonesia
વોશિંગટન, 10 જૂનઃ વિશ્વમાં મુસ્લિમોની સૌથી મોટી આબાદીવાળો દેશ ઇન્ડોનેશિયાએ અમેરિકાની રાજધાની વોશિંગટન ડીસીને શિક્ષા અને જ્ઞાનની હિન્દુ દેવી સરસ્વતીની 16 ફૂટ ઉંચી પ્રતિમા ભેટ આપી છે. કમળના એક ફૂલ ઉપર ઉભેલા દેવા સરસ્વતીની આ પ્રતિમા વોશિંગટન સ્થિત ભારતીય દૂતાવાસથી થોડેક દૂર લગાવવામાં આવી છે. આ પ્રતિમા પાસે જ મહાત્મા ગાંધીની એક મૂર્તિ છે, જે ઘણા વર્ષોથી સ્થાપિત કરવામાં આવી છે.

ઇન્ડોનેશિયામાં કુલ આબાદીમાં હિન્દુઓની સંખ્યા માત્ર ત્રણ ટકા છે. વ્હાઇટ હાઉસથી લગભગ એક માઇલની દૂરી પર લગાવવામાં આવેલી આ મૂર્તિને આધિકારિક રીતે લોકાર્પણ કરવાનું બાકી છે, પરંતુ આ પહેલા જ શહેરના લોકો અને અહી આવનારા પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર બનેલી છે.

ઇન્ડોનેશિયન દૂતાવાસના એક પ્રવક્તાએ કહ્યું કે, સરસ્વતી હિન્દુઓના દેવી છે. ઇન્ડોનેશિયાના બાલીમાં મુખ્ય રીતે આ ઘર્મના લોકો રહે છે અને ઇન્ડોનેશિયા વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ આબાદીવાળો દેશ છે. સરસ્વતીની મૂર્તિની પસંદગી કોઇ ધાર્મિક આધાર પર નહીં પરંતુ તેની પસંદગી પ્રતિકાત્મક મૂલ્યો પર કરવામાં આવ્યું, જે વ્યાપક સહયોગ હેઠળ ઇન્ડોનેશિયા-અમેરિકાના સંબંધ, ખાસ કરીને શિક્ષા અને લોકો વચ્ચે સંપર્કના સમાંતર છે.

વોશિંગટન ડીસીને આપવામાં આવેલી આ સાંસ્કૃતિક ભેટના નિર્માણનું કામ આ વર્ષે મધ્ય એપ્રિલમાં શરૂ કરવામાં આવ્યું હતુ અને માત્ર પાંચ સપ્તાહમાં પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. 4.9 મીટર ઉંચી આ મૂર્તિનુ નિર્માણ બાલીના પાંચ મૂર્તિકારોએ કર્યું છે, જેનું નેતૃત્વ આઇ ન્યોમન સુદર્વ નામના મુર્તિકારે કર્યું છે.

English summary
Indonesia, the country with the largest Muslim population in the world, has gifted an imposing 16 feet statue of Saraswati to US
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X