Nadia Khar Tiger Video : દુબઈમાં વાઘ સાથે ફરતી જોવા મળી બોલ્ડ હસીના નાદિયા ખાર, જુઓ ફોટો
Nadia Khar Tiger Video : સામાન્ય રીતે જંગલી જાનવરોને જંગલ કે પછી ઝૂમાં જ ખુલ્લા મુકવામાં આવે છે. જો કે આ બધાથી વિપરીત દુબઈની ફેમસ હસીના નાદિયા ખાર વાઘ સાથે ફરતી જોવા મળી.
દુબઈમાં પ્રાણીઓ માટે મુક્તપણે ફરવું સામાન્ય છે. દુબઈમાં એવા ઘણા લોકો છે જેઓ ખુંખાર પ્રાણીઓને રાખવાનું પસંદ કરે છે અને તેઓએ તેમના ઘરમાં એક નાનું પ્રાણી સંગ્રહાલય પણ રાખે છે.

દુબઈના અમીરોમાં એક નામ નાદિયા ખાર ખુબ જ ફેમસ છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર નાદિયા ખાર હાલમાં જ દુબઈની ગલીઓમાં વાઘ સાથે ફરતી જોવા મળી. હવે નાદિયા ખાનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યોં છે.
નાદિયા ખાને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે દુબઈની સડકો પર વાઘ સાથે ફરતી જોવા મળી રહી છે. વાઘના ગળામાં બાંધેલી સાંકળની કમાન્ડ નાદિયાના હાથમાં છે. નાદિયા વાઘને પાર્કમાં ફરવા લઈ જતી જોવા મળે છે.
વીડિયો પોસ્ટ કરવાની સાથે જ નાદિયાએ લખ્યું કે, દુબઈ સાવ અલગ છે, હું મારા પાલતુ વાઘને ફરવા લઈ જઈ રહી છું, આ વીડિયોમાં તેણે હુમૈદ અબ્દુલ્લા અને તેના પ્રાઈવેટ ઝૂ અલ્બુકૈશ જંગલને પણ ટેગ કર્યા છે.
જણાવી દઈએ કે, નાદિયા ખાર એક સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 2 મિલિયન ફોલોઅર્સ છે. નાદિયા તેના હોટ લુક માટે જાણીતી છે.












Click it and Unblock the Notifications
