યુવતીએ નગ્ન અવસ્થામાં રોડ વચ્ચે લોકો પર કર્યુ ફાયરિંગ, પોલીસે કરી ગિરફ્તાર
અમેરિકાના કેલિફોર્નિયામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યાં એક મહિલા કારમાંથી નીચે ઉતરી અને બંદૂક વડે ફાયરિંગ કરવા લાગી. ઘટના પહેલા તેણે તેના તમામ કપડા કાઢી નાખ્યા હતા. જોકે બાદમાં પોલીસે તેને પકડી લીધી હતી.
લિફોર્નિયા હાઇવે પેટ્રોલના જણાવ્યા અનુસાર આ ઘટના સાન ફ્રાન્સિસ્કો-ઓકલેન્ડ બે બ્રિજ પર બની હતી. જ્યારે આ ઘટના બની ત્યારે ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. તે જ સમયે ફાયરિંગનો અવાજ સાંભળીને લોકો ભયભીત થઈ ગયા હતા. તેણે તરત જ પોલીસ હેલ્પલાઈન 911 પર ફોન કર્યો હતો.

કેસના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તેઓ સાંજે 4.40 વાગ્યાની આસપાસ સાન ફ્રાન્સિસ્કો ખાડી પાર કરી રહ્યા હતા. ત્યારપછી એક મહિલા કાર દ્વારા ત્યાં આવી અને તે લેનની વચ્ચે ઉભી રહી ગઈ. પહેલા તે છરી લઈને કારમાંથી બહાર નીકળી અને પછી બૂમો પાડવા લાગી.
તે પછી તે કારમાં પાછી ગઇ અને ઓકલેન્ડ તરફ ડ્રાઇવિંગ ચાલુ રાખ્યું. થોડી વાર પછી તે ટોલ પ્લાઝા પર રોકાઈ અને કારમાંથી બહાર નીકળી ગઈ. આ વખતે તેના હાથમાં બંદૂક હતી અને તે કપડાં વગર હતી.
આ કેસમાં પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કારમાંથી નીચે ઉતર્યા પછી નગ્ન મહિલાએ પાછળ ફરીને તેની પાછળ પાર્ક કરેલી કાર પર રેન્ડમ ફાયરિંગ શરૂ કર્યું. આ ઘટના કેટલાક કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી, જેમાં મહિલા હથિયાર સાથે જોવા મળી હતી.
હાલમાં આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લાંબા સમય સુધી વિસ્તારમાં અરાજકતાનો માહોલ હતો. ઘટના બાદ તરત જ પોલીસે તેને પકડીને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. હાલ તેના માનસિક સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી રહી છે.
કેસમાં CHP ઓફિસર એન્ડ્રુ બાર્કલેએ કહ્યું કે તેમની ટીમ તેની તપાસ કરી રહી છે. તેને હજુ સારવારની જરૂર હોવાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. જ્યારે તે સ્વસ્થ થાય છે, ત્યારે પોલીસ અધિકારીઓ તેને કસ્ટડીમાં લઈ શકે છે.












Click it and Unblock the Notifications
